• Follow Us
 •                            Login

Corona virus (કોરોના વાયરસ ) જાણકારી

કોરોના વાયરસની બીમારી (Covid – 19 ) એ ચેપી રોગ છે, જે નવા શોધાયેલા કોરોના વાયરસના પ્રકાર થી થાય છે.

સામાન્ય રીતે કોરોના થી પીડિત લોકો ઓછા વત્તા પ્રમાણમાં શ્વાસોચ્છવાસ ની તકલીફ અનુભવે છે અને કોઈ પણ પ્રકારની ચોક્કસ સારવાર વગર ઠીક થઇ જાય છે. આ બીમારીમાં મોટે ભાગે મોટી ઉમરના એટલે કે વાયો વૃધ્ધ લોકો, પહેલેથીજ કોઈ બીમારીથી પીડાતા જેવા કે ડાયાબીટીસ, પ્રેસર કે અન્ય રોગો ધરાવતા લોકો વધુ બીમાર થઇ શકે અને તેમનો જીવ પણ જોખમમાં મુકાય છે.

તેનાથી બચવાનો એક માત્ર મહત્વનો ઉપાય એ છે કે, તમે અ બીમારી વિષે વધુમાં વધુ જાણકારી સરકાર પાસેથી મેળવતા રહો, રોગ શું છે એ સમજતા રહો અને કયી રીતે એના ચેપ થી બચી શકો તેની જાણકારી મેળવી લો. તમે તમારી જાતને અને બીજાને ઇન્ફેક્સન એટલેકે ચેપ થી બચાવવા માટે વારે ઘડીએ પોતાના હાથ સાબુથી ધોતા રહો, સેનીટાઇઝર નો ઉપયોગ કરો અને તમારા મો ને હાથ થી સ્પર્શ કરવાનું ટાળો.

મોટે ભાગે કોરોના વાયરસ, બીમાર કે ચેપ લાગેલા વ્યક્તિની લાળમાં કે નાકના દ્રવ્યોમાં હોય છે જે છીક ખાવા કે ખાંસી ખાવા સમયે ઉચ્છવાસ સાથે ઝીણા ઝીણા પાણીના કણો મારફતે બીજાના શરીરમાં શ્વાસ દ્વારા અથવા તેમના હાથો દ્વારા આંખ, કાન, નાક કે મો વાટે શરીરમાં પ્રવેશે છે.

કોરોના વિષે થોડી મહત્વની જાણકારી :

(૧) કોરોના વાયરસ શું છે?

– કોરોના વાયરસ એ ખુબજ મોટા પ્રકાર ધરાવતું વાયરસ નું ગ્રુપ છે. જેના ચેપ થી સામાન્ય થી લઇ ને અત્યંત હાનીકારક બીમારી લાગુ પડી શકે છે જે મોટે ભાગે શ્વાસ અને ફેફસાં જોડે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે MERS અને SARS એ પણ કોરોના વાયરસનાજ પ્રકાર છે જે આજથી પેહલા આવી ગયા છે. અને નવો વાયરસ કોવીડ -19 જે ૨૦૧૯ મો ઓળખાયો.

(૨) કોવીડ 19 શું છે ?

– કોવીડ -19 એ કોરોના વાયરસ ના ચેપ થી થતો રોગ છે જે ડીસેમ્બર ૨૦૧૯ માં ચીન ના વુહાન શહેરમાં ફાટી નીકળેલા  સંક્રમણ પેહલા નથી નોંધાયો. કોવીડ -19 એ હવે મહામારીનું રૂપ લઇ લીધું છે અને વિશ્વના મોટેભાગેના દેશોમાં લોકોને સંક્રમિત કરી ચુક્યો છે.

(3) તેના લક્ષણો શું છે ?

– કોરોનાના પ્રથમ સામાન્ય લક્ષણો તાવ, સુકી ખાંસી અને શરીરમાં નબળાય છે. બીજા લક્ષણો જે સામાન્ય નથી અને દર્દી એ દર્દીએ અલગ છે, જેવા કે કળતર અને દુખાવો, નાક રુંધાવું, માથું દુખવું, આંખો સુજી જવી, ગાળામાં ખરાસ થવી, ઝાળા, સુંઘવાની અને સ્વાદ પરખવાની ક્ષમતા ગુમાવી બેસવી, ચામડી પર ફોડકીઓ આવવી, હાથ અને પગના રંગ ફીકા પડી જવા.  આ લક્ષણો શરૂઆતમાં હલકા પ્રમાણમાં હોય છે અને સમય જતા કઠીન બને છે. ઘણા લોકોને ચેપ લાગ્યો હોય પરંતુ ખુબજ હળવા અને ઓછા લક્ષણો પણ જોવા મળ્યા છે.

(૪) જો મને કોવીડ-19 નો ચેપ લાગ્યો હોય તો માટે શું કરવું જોઈએ અને ક્યારે ડોક્ટર ની સલાહ લેવી જોઈએ ?

– જો તમને ખુબજ ઓછા લક્ષણો દેખાતા હોય જેવા કે ગળું ખરાબ થવું અને હળવો તાવ આવવો, તો તમારે ઘરેઆરામ કરવો જોઈએ અને પોતાની જાતને એકાંત માં મૂકી દેવી જોઈએ થોડા દિવસ પુરતી. ત્યારબાદ સરકાર દ્વારા આપેલા માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ અને બીજાને અ ચેપ ના લાગે તમારા તરફથી તેની પૂરી કાળજી લેવી.

– તેમ છતાં જો તમારા આજુબાજુના વિસ્તારમાં મલેરિયા અને ડેન્ગ્યું ના તાવના પીડિતો હોય તો તાવના લક્ષણોને નકારવા ના જોઈએ અને તરતજ ડોક્ટરની સલાહ લેવી જોઈએ, સાથે સાથે સામાજિક દુરી બનાવી રાખવી તથા બહારની વસ્તુ અડવી બહિ કે બીજાના સંપર્કમાં ના આવતા સરકાર દ્વારા આપવામાં આવેલ દરેક નિયમોનું પાલન કરવું જોઈએ. જો અ લક્ષણો બાળકને હોય તો તેને પણ નિયમોનું ભાન કરાવી, પાલન કરતાં શીખવવું જોઈએ.

– જો તમે શ્વાસ લેવામાં ખુબજ તકલીફ થતી હોય કે છાતીમાં બળતરા કે દુખાવો ઉપાડ્યો હોય તો તરતજ તમારા નજીકના ડોકટરનો સંપર્ક કરો.

(૫) શું કોવીડ-19 જે વ્યક્તિને તેના લક્ષણો નહોય તેના દ્વારા ફેલાય શકે છે ?

 • અત્યાર સુધીમાં કોવીડ-19 ચેપ લાગેલા વ્યક્તિના છીક ખાવાથી કે ખાંસી ખાવાથી ફેલાયો છે એ જાણકારી ઉપલબ્ધ છે, અહીં ઘણા દર્દીઓ એવા છે જેમાં ચેપ પછી લક્ષણો ખુબજ સામાન્ય જેમ કે ગળું ખરાબ થવું જેટલાજ હોય શકે. પરંતુ આવા દર્દીઓ કોવીડ-19 ફેલાવી શકે છે. એવી શક્યતા ચકાસવામાં આવી છે.
 • કેટલીક જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે દર્દીને બિલકુલ લક્ષણો હોતા નથી પરંતુ એ ચેપ ફેલાવી શકે છે. પરંતુ અ કેટલા પ્રમાણમાં અને કેટલું જોખમ વધારી શકે એની કોઈ જાણકારી હજી પ્રાપ્ત નથી.

(૬) જો હું કોવીડ-19 ધરાવતા દર્દીના ખુબજ નજીકના સંપર્કમાં આવ્યો હોવ તો મારે શું કરવું જોઈએ ?

 • જો તમે મલેરિયા કે ડેન્ગ્યું વાળા વિસ્તારમાં હોવ તો તાવના લક્ષણોને બિલકુલ નકારવા નહિ અને ઝડપથી તમારા ડોકટરનો સંપર્ક કરો.
 • જો તમે મલેરિયા કે ડેન્ગ્યું વાળા વિસ્તારમાં ન હોવ અને જો તમને સામાન્ય અને હળવા લક્ષણો હોય તો પોતાની જાતને એકાંત વાસમાં મૂકી દેવી. તથા સરકાર તરફથી અથવા તમારા ડોક્ટર તરફથી મળેલી દરેક સુચનાઓનું પાલન કરવું.
 • ઘરના દરેક સભ્યોથી દુર રહી અલાયદા રૂમ માં રહેવું અને માસ્ક અને સેનીટાઇઝર નો ઉપયોગ ફરજીયાત કરવો.
 • ૧૪ દિવસ સુધી એકાંત વાસ કરવો અને જો કોઈ પણ લક્ષણ ના જણાય તો તમે કોરોના પીડિત નથી અને સામાન્ય લક્ષણ હોય અને મટી જાય તો કોરોના સંક્રમણ થી મુક્ત થયા સમજવું. ત્યારબાદ સામાજિક દુરીનું ૧ મીટર પ્રમાણે ચુસ્ત પણે પાલન કરવું.

(૭) એકાંત વાસ (સેલ્ફ અઈસોલેસન ) શું છે ?

– એકાંત વાસ એ જો તમે કોવીડ-19 થી સંક્રમિત થયા હોવ અથવા તમને ભીતિ હોય કે તમને કોવીડ-19 થી સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા હોય તો, તે દર્દી દ્વારા તમને ચેપ લાગ્યો હોય અને તમે બીજા કોઈ વ્યક્તિના સંપર્ક માં આવી આ બીમારીનો ફેલાવો ના કરો તથા પોતાના લક્ષણો જણાતા હોય તો સમયસર યોગ્ય સારવાર લઇ શકો તે માટે.

– એકાંત વાસમાં લેવા જરૂરી પગલાં

 • હવા ઉજાસ વળી મોટી ઓરડી, હાથ ની ચોક્ક્સીની વ્યવસ્થા અને જાજરૂની સુવિધા હોવી જોઈએ.
 • જો ઓરડી શક્ય ના હોય તો પલંગ ૧ મીટરથી વધારે દુર રાખવાનો હોય અને બધા જોડે ૧ મીટર થી વધારે દુરી બનાવી રાખવી.
 • તમારા લક્ષણોની રોજ બરોજ તપાસ કરતા રહેવી
 • ૧૪ દિવસ સુધી ચુસ્ત પણે એકાંત વાસ કરો, તમને સ્વસ્થતા જણાતી હોય તો પણ
 • શ્વાસોચ્છવાસ ની તકલીફ માં મોટો વધારો થાય તો તમારા નજીકના ડોકટરનો સંપર્ક કરો.
 • ઓનલાઈન, ઇન્ટરનેટ દ્વારા સગા સંબંધી જોડે સંપર્કમાં રહી પોતાની જાતને સકારાત્મક અને કાર્યશીલ રાખો.

(૮) કોરોના વાયરસ વસ્તુઓ પર ક્યાં સુધી જીવંત રહી શકે છે ?

– કોરોના વાયરસ પુંઠા પર ૨૪ કલાકથી પણ ઓછા સમય માટે , કોપર એટલે કે તાંબા પર ૪ કલાક અને પ્લાસ્ટિક અને સ્ટીલ પર ૭૨ કલાક સુધી જીવંત રહી શકે છે. જો ધ્યાન રાખીને સાબુ અથવા સેનીટાઇઝર થી હાથ સાફ રાખવામાં આવે તો તેનું સંક્રમણ તાળી શકાય છે.

(૯) શું એન્ટીબાયોટીક દવાઓ કોરોના ના સંક્રમણ માં કારગર છે ?

– ના. કોરોના એ એક વાયરસ છે અને એન્ટી બાયોટિક દવાઓ જીવાણુઓ એટલે કે ” બેક્ટેરિયા” પર કામ કરે છે. કોવીડ-19 એ કોરોના વાયરસ થી થતો રોગ છે જેથી  એન્ટી બાયોટિક દવા કોવીડ માટે કામ આપતી નથી. ઘણા હોસ્પિટલોમાં એન્ટીબાયોટીક દવાઓનો ઉપયોગ કોવીડ-19 ને કારણે થયેલી ઓછી રોગ્પ્રીકારકતા ને કારણે લાગેલા અન્ય જીવાણુઓ(બેક્ટેરિયા) ના ચેપ માટે થાય છે અન્યથા એન્ટીબાયોટીક દવાઓ કોવીડ માટે કારગર નથી. આ એન્ટીબાયોટીક દવાઓનો  ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબજ કરવો જરૂરી છે.

Leave a Reply

Shopping cart