
સુરક્ષિત માતૃત્વ
Safe Motherhood
સ્ત્રી જયારે પોતાના જીવનમાં માતૃત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તે પોતાના જીવનની ખુબજ ઉચ્ચતમ આનંદની ચરમસીમા પર હોય છે. એમાં પણ જયારે આ સ્થિતિ IVF દ્વારા એમ્બ્રીયો(ગર્ભ) ટ્રાન્સફર કરીને કરવામાં આવી હોય તો આનંદ અને મૂંઝવણ ભેગા આવે છે.
હવે જયારે એ દિવસ આવે છે કે જયારે એમ્બ્રીયો(ગર્ભ) ટ્રાન્સફર સફળ રીતે પાર પાડવામાં આવે તે દિવસ આનંદ ઉલ્લાસનો અને IVF કરાવતા લોકો માટે ખુબજ મહત્વનો દિવસ ગણાય છે.
ત્યાર બાદ તમે કંટાળા રસ્તા પર ચાલો છો એવી ભાવનાઓ મન માં ઘર કરી ગઈ હોય એવું લાગે છે અને સતત ચિંતા રહે છે કે શું એમ્બ્રીયો(ગર્ભ) ટ્રાન્સફર સફળ રહ્યું કે નહિ. તમારી મૂંઝવણ એ હોય છે કે હવે પછી શું કાળજી લેવી અને શું નહિ.
મહદંશે, ખુબજ ઓછા પરંતુ મહત્વના પગલાં અને કાળજી લેવાની જરૂર પડે છે. જેમ કે ….
કાળજી રાખવાના પગલાં
૧. થોડા દિવસો માટે પોતાની જાતની ખુબજ કાળજી રાખો.
તમે તમારા જીવનના મહત્વના પડાવને થોડાજ ક્ષણો પેહલા પાર કર્યો છે. તો તે ક્ષણ ને આનંદમય રીતે માણો પરંતુ સાથે પોતાની કાળજી લેવાનું વધારો.
સ્થળાંતર બાદ, એમ્બ્રિયો ગર્ભાશયમાં સ્થાપિત થવામાં થોડો સમય લાગે છે. આથી થોડા દિવસો માટે તમારે આરામ કરવો જોઈએ. ઘણા એક્ષ્પર્ટ તમને થોડા દિવસની રજા લેવાની તથા ઘરકામ કે બીજા ભારે કામો ટાળવાની સલાહ આપી શકે છે.
પરંતુ ચિંતા ના કરો તમારે એકદમ જ બેડ રેસ્ટ પર જવાની જરૂર નથી. તમે ઘરના ઘણા બધા હળવા કામો કરી શકો છો. અને જો “તમને ચિંતા હોય કે હૂં વધારે લાંબા સમય સુધી ઉભી રહીશ તો મારું બાળક પડી જશે કે એમ્બ્રિયો નીકળી જશે” તો એવી કોઈ પણ ખોટી માન્યતામાં રેહવું નહિ. તમારું બાળક સુરક્ષિત છે અને બસ થોડા દિવસ પુરતું તમારે ભારે કામો ટાળવાના હોય છે.
૨. તમને આપવામાં આવેલી દવાઓનું નિયમિત પાણે સેવન ચાલુ રાખો
નિયમિત દવાઓનું સેવન
કદાચ તમને એવું થતું હોય કે હવે મારે એમ્બ્રિયો સ્થળાંતર પેહલા આપવામાં આવેલી દવાઓ બંધ કરી દેવી જોઈએ. પરંતુ તમારે તમારા તબીબની સલાહ લીધા વગર એવું કરવાની જરૂર નથી.
ઘણી સ્ત્રીઓમાં સ્થળાંતર પછી થોડા દિવસ સુધી પ્રોજેસ્ટેરોન નામક દવા શરૂઆતના દિવસોમાં ચાલુ રાખવાની હોય છે જેથી કરીને ગર્ભધારણ રહેવાની મહત્તમ શક્યતા રહે. પ્રોજેસ્ટેરોન એ એક શરીરમાં ઉત્પન થતું હોર્મોન (રસાયણ) છે જે ગર્ભધારણમાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. અથીજ તો IVF જેવી પદ્ધતિમાં પ્રોજેસ્ટેરોન નો ભાગ મહત્વનો છે. જે બહાર થી દવા ના રૂપમાં આપવામાં આવે છે. પ્રોજેસ્ટેરોન એ એમ્બ્રિયો ને ગર્ભાશયની થેલીમાં સ્થાપિત થવામાં મદદ રૂપ થાય છે.
હા, એમ કહી શકીએ કે યોની માર્ગમાં મુકવામાં આવતી ગોળીઓ કે ઇન્જેક્શન ખુબજ અણગમતા છે પરંતુ મહત્વના છે. જો તમે એ એમ્બ્રિયો ટ્રાન્સફર પછી પણ શરુ છે તો કોઈ મુખ્ય કારણના કારણેજ છે.
બીજી એક દવા કે જે તમારા તબીબ તમને લેવાની સલાહ આપી શકે છે “ઈસ્ટ્રોજન હોર્મોન ( ઈસ્ટ્રડાયોલ ). જે ગર્ભાશયની અંદરના પડ (એન્ડોમેટ્રીયન) ના જાડાય વધારવા માટે હોય છે. આમ આ બંને દવાઓનો IVF ટ્રીટમેન્ટ માં ઘણો મહત્વનો ફાળો છે.
આ સિવાય અન્ય દવાઓ જેવી કે ફોલિક એસીડ, ઇકોસ્પ્રીન, મલ્ટી વિટામીન વગેરે અને ઇન્જેક્શન જેવા કે Hcg, progesterone અને Heparin (LMWH) નો વપરાશ થતો હોય છે.
૩. સમતોલ અની પોષ્ટિક આહાર લેવો
સમતોલ અને પૌષ્ટિક આહાર
જો બધુજ રાબેતા મુજબ ચાલ્યું તો તમારા ગર્ભમાં એક નવજાત શિશુ ઉછરી રહ્યું છે. આથી સમતોલ અને પૌષ્ટિક આહાર ખુબજ જરૂરી છે. જે બાળકના શારીરિક બનાવટ માટે ખુબજ જરૂરી છે.
સામાન્ય રીતે તમારે ફાળો અને શાકભાજી ખાવાની જરૂર છે. સાથે સાથે કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન બી, અને આયર્ન થી ભરપુર ખોરાક ની જરૂર પડે છે. જો તમે સમતોલ અને પૌષ્ટિક આહાર લેતા હોય તેમ છતાં તમારે પ્રીનેટલ મલ્ટી વિટામીન લેવા જોઈએ.
૪. દરરોજ ની ફોલિક એસીડ ની ગોળીઓ ચાલુ કરવી જોઈએ.
જો તમે ફોલિક એસીડ ની ગોળીઓ ના લીધી હોય તો આજ સમય છે કે તમે તે શરુ કરો. ગર્ભધારણમાં ફોલિક એસીડ નું ખુબ મહત્વ છે. તમારે ૪૦૦ માઈક્રો ગ્રામ (MCG) વિટામીન બી ની જરૂર જણાશે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ટાળવા માટે.
congenital heart defect બાળકોમાં ટાળવા માટે ફોલિક એસીડ જરૂરી છે. આમ તો તમારા તબીબે આપેલ મલ્ટી વિટામીન ની દવામાં જરૂર પ્રમાણે ફોલિક એસીડ આવેલું હોય છે. એટલે એના વિશે તમારે વધુ ચિંતા કરવાની જરૂર જણાતી નથી.
૫. અંતઃસ્ત્રાવ કરતી ગ્રંથીઓ ના કાર્યમાં વિક્ષેપ કરતા ખાદ્ય પદાર્થો અને ક્રીમો આરોગવાનું કે વાપરવાનું ટાળો.
તમારા રોજીંદા વપરાસના સોંદર્ય પ્રસાધનો અને ખાદ્ય પદાર્થો પર ઝીણવટ પૂર્વક ધ્યાન આપો. જુઓ એમાં ક્યાંક bisphenol A (BPA), phthalates, parabens, and triclosan જેવા કેમિકલ તો નથી ને. જો હોય તો તેને વાપરવાનું ટાળો.
અંતઃ સ્ત્રવી વિક્શેપકો એવા પદાર્થો છે જે તમારી ગર્ભનાળ માંથી બાળકના શરીરમાં પ્રવેશી શકે છે અને બાળકના વિકાસમાં બાધારૂપ અથવા અડચણ ઉભી કરી શકે છે. તથા તે બાળકના અંગો ના વિકાસમાં પણ બધા રૂપ થઇ શકે છે જેથી આવા કેમીક્લોનું સેવન ટાળો.
તો હવેથી જયારે તમે બજારમાં નવી પાણીની બોટલ ખરીદ કરવા જાઓ ત્યારે અચૂકથી ચેક કરવું કે તે bisphenol A (BPA) મુક્ત છે ને ? અને તમારું આગલું સનસ્ક્રીન લોસન અંતઃસ્ત્રાવી વિક્શેપકો (endocrine-disrupting chemicals) થી મુક્ત છે.