
સર્પ દંસ (Snake Bite )
જો તમને કોઈ સાપ કરડે તો તેવી સ્થિતિમાં જો સાપ ઝેરી (Poisonous) હોય તો એ સ્થિતિ જીવલેણ સાબિત થઇ શકે છે. કેટલાક કિસ્સાઓ માં સાપ નું ઝેર આંખોમાં લાગવાથી પણ ઝેર શરીરમાં જઈ જીવલેણ સાબિત થઇ શકે છે અને તેવા પ્રકારના સાપો પણ હોય છે જે પોતાના સ્વબચાવ માટે ઝેરનો સ્ત્રાવ હવામાં કરતા હોય છે.
આપણા દેશમાં કરવામાં આવેલા પ્રયત્નો પાછલા કેટલાક વર્ષોમાં થયેલ હાની અને બચવાની માહિતી ખુબજ જુજ અને અવ્યવસ્થિત છે. ઘણા કિસ્સાઓમાં લોકો નજીકના હેલ્થ સેન્ટર કે દવાખાનામાં જવાની જગ્યાએ પરંપરાગત અને રૂઢીવાદી રીતો અપનાવે છે. આમ છતાં પ્રાપ્ત માહિતીઓ મુજબ દર વર્ષે ૪૫ થી ૫૪ લાખ લોકો સર્પ દંસ નો ભોગ બને છે. જેમાંથી ૧૮ લાખ થી ૨૭ લાખ લોકોએ સારવાર લેવાની જરૂર પડે છે અને જેમાંથી દર વર્ષે ૮૧,૦૦૦ થી ૧,૩૮,૦૦૦ લોકો ઝેરની ગંભીરતાના કારણે પોતાનો જીવ ગુમાવે છે.
ખેતમજુરો, જંગલમાં રેહતા લોકો, માછીમારો, નદી કીનારે વસતા લોકો, જુના કાચા મકાનો માં રેહતા લોકો તથા બાળ મજુરો જે ખેતરમાં કામ કરે છે તેમને સાપ કરડવાનું જોખમ વધારે હોય છે. ઘણી વખત રુધીવાદીઓ તથા જૂની વિચારધારા ધરાવતા લોકોને કારણે યુવાનો તથા બાળકોને સપના ઝેરથી જીવ જીવનો ભય વધી જાય છે જો તમને યોગ્ય સમયે મેડીકલ સારવાર ના મળે તો. તથા સ્ત્રીઓ અને ગર્ભવતી સ્ત્રીઓ શરમ અને સંકોચ ના કારણે પોતાની જાત ને ગંભીરતામાં મૂકી દે છે.
આવી ગંભીર પરિસ્થિતિને ટાળવા સમય સર મેડીકલ સારવાર, ઝેર નાથવાની દવા અને યોગ્ય તબીબી સલાહ કારગત નીવડે છે. આવી પરિસ્થિતિમાં રૂઢીગત ઉપાયો ટાળવા જોઈએ.
સાપના કરડવાથી દેખાતા લક્ષણો :
- અલગ અલગ સાપના ઝેરેની અસર અને લક્ષણો અલગ અલગ હોય છે અને તે કયા પ્રકાનો સાપ કરડ્યો છે તેના પરથી જાણી શકાય છે.
- કેટલાક સાપના કરડવાથી પેરાલીસીસ થઈ જાય છે જેમાં શ્વાસોચ્છવાસ બંદ્થઈ શકે છે જે એક ગંભીર સ્થિતિ છે.
- અમુક કિસ્સામાં લોહીવહી જવાની ઘટના બને છે જેમાં કીડની બગડી જવી તથા ખુબજ લોહી ગુમાવવું જેવી પરિસ્થિતિ થઇ શકે છે.
- શરીરના માંસ પેશી નબળા પડીજવા અથવા ફાટી જવા તથા લીમ્બીક તંત્ર બગડવું જેવી પરિસ્થિતિ થઇ શકે અને બાળકોમાં આ સ્થિતિ ખુબજ હાનીકારક હોય છે કેમ કે બાળકોની માસ પેશી મોટાઓ કરતા ઓછી હોય તે ઝડપથી પ્રશરે છે.
બચવાના ઉપાયો :
સાપના કરડવાથી બચવા માટે એન્ટી વેનોમ ઈન્જેકસન નો ઉપયોગ કરી શકાય જે મહત્તમ રીતે સાપના ઝેરથી થતા નુકશાન અને ગંભીર પરિસ્થિતિને પાછી વાળવા ખુબ ઉપયોગી છે. આની સાથે સાપના કરડવાથી બચવાના પ્રાથમિક ઉપચાર અને સાપ વિશેની માહિતી સમાજમાં પહોંચાડી અને તેનો ઉપયોગ કરી અપને ઘણી ખરી રીતે લોકોના જીવ બચાવી શકીએ છીએ.
સાપના કરડવાથી વ્યક્તિને ઝેર ચડ્યું હોય તેવા કિસ્સામાં નીચે મુજબ ઉપાયો કરવા :
- જે સ્થળે સાપ કરડ્યો હોય તે સ્થળેથી ઝડપથી દૂર જતા રહો.
- જો સાપના ડંખ પાસે સોજો ચઢે તો તેની આસપાસ બાંધેલી કોઈ પણ ફીટ વસ્તુ છોડી દેવી.
- દર્દીને સાંત્વના આપો કે ડંખ મારતા બધા સાપો ઝેરી નથી હોતા.
- દર્દીને હલન ચલન ના કરવા દો અને ઝડપથી બને તેટલું જલ્દી નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઇ જાઓ.
- કોઈ કટકું કે પ્રેસર પેડ ની મદદ થી ડંખ મરેલા ભાગે દબાવો. આ કોઈકજ કિસ્સામાં ફાયદા કારક છે.
- જો જાણકારી ના હોય તો દેશી નુસખા અપનાવવા નહિ.
- દુખાવા માટે paracetamol આપી શકો (જે પરિસ્થિતિ બગાડી પણ શકે )
- વોમિટ (ઉલટી) થવાની શક્યતા હોય વ્યક્તિને ડાબી બાજુ સુવડાવો.
- શ્વાસોચ્છવાસ પર ખુબ કાળજી પૂર્વક ધ્યાન રાખો, તેના પરથી પરિસ્થિતિની ગંભીરતા ખબર પડતી રેહશે.