શું તમે જાણો છો ? બાળકોમાં થતા કેન્સર ને લઈને ફેલાતી પાંચ અફવાઓ અને એની પાછળનું કારણ ?
બાળકોમાં થતા કેન્સરનો માહિતી દિવસ (૧૫મિ ફેબ્રુઆરી ) એ મનાવવામાં આવે છે. તો બાળકોમાં થતા કેન્સર વિશે કેટલીક મુજવણ ડો. પ્રતિન શાહ કે જે બાળકોના તબીબ છે અને સુરત તથા સચિન ગામ માં પોતાની સેવા આપી રહ્યા છે.
પાંચ અફવાઓ અને તેની સત્ય હકીકત
અફવા ૧ : બાળકોમાં કેન્સર બહુ જુજ પ્રમાણમાં જોવા મળે છે.
સાચું : દુનિયામાં દર ત્રીજી મીનીટે એક બાળક કેન્સરગ્રસ્ત તપાસણીમાં નોંધાય છે.
અફવા ૨ : કેન્સરમાં બચેલા ઓછું જીવન જીવે છે.
સાચું : બાળપણમાં રહી ચૂકેલ કેન્સરગ્રસ્ત દર્દીઓ સારવાર થઇ ગયા પછી, ભવિષ્યમાં ફરીથી તેની અસરો અથવા કેન્સરના દ્વિતીય તબ્બકા સુધી પોહચી શકે છે પરંતુ તેનાથી એમની જીવન રેખાને કોઈ સંબંધ નથી.
અફવા ૩ : બાળકોમાં કેન્સર ચેપી છે અને બીજા બાળકોને ફેલાય શકે છે.
સાચું : કેન્સર ચેપી રોગ નથી અને તે એક બાળક થી બીજા બાળક સુધી ફેલાય શકતું નથી.
કેન્સરગ્રસ્ત બાળકને માસ્ક પેહરાવવા માં આવે છે કેમ કે તે બાળકની રોગ પ્રતિકારક શક્તિ બીજા બાળકો કરતા ઓછી હોય છે.
અફવા ૪ : બાળકોમાં જોવા મળતું કેન્સર પારંપરિક હોય છે. (પિતા માંથી કે માતા માંથી મળેલ )
સાચું : બાળકમાં જોવા મળતું કેન્સર નું કોઈ જાણીતું કારણ નથી.
બાળકમાં તથા કેન્સરના કારણોની માહિતી અજાણ હોવાથી તથા કોઈ પણ સ્પષ્ટ તથ્ય ના હોવાને કારણે એવું ક્યારેય કહી શકાય નહિ કે તે તેના માતા પિતા કે કુટુંબમાંથી મળેલ વરસો હોય શકે.
અફવા ૫ : બાળકને કેન્સર હોય એટલે તે એક મૃત્યુનો પરીપત્રજ ગણાય.
સાચું : બાળકોમાં જોવ મળતા ઘણાબધા કેન્સર મટીશકે તેવા હોય છે. એક્યુટ લીમ્ફોબ્લાસ્ટીક લ્યુકેમિયા પ્રકારનું કેન્સર તો માત્ર કિમોથેરાપી દ્વારાજ મટાડી શકાય છે.
એક સફળ સારવાર તો માત્ર ને માત્ર સમયસર કરેલી તપાસ, ચકાસણી અને ચોક્કસ સારવારથી જ થઇ શકે છે.