• Follow Us
  •                            Login

વિશ્વ યુવા દિવસ ૨૦૨૧ પર જાણો જંક ફૂડ અને પુરુષોમાં વ્યંધત્વ

વિશ્વ યુવા દિવસ (WYD) કેથોલિક ચર્ચ દ્વારા આયોજીત યુવાનો માટે એક પ્રસંગ છે જેની શરૂઆત 1985 માં પોપ જોન પોલ II દ્વારા કરવામાં આવી હતી. તેનો ખ્યાલ 1960 થી પોલેન્ડમાં અસ્તિત્વ ધરાવતી લાઈટ-લાઈફ મુવમેન્ટથી પ્રભાવિત થયો છે, જ્યાં દરમિયાન સમર કેમ્પ કેથોલિક યુવાનોએ 13 દિવસના શિબિરમાં “સમુદાયનો દિવસ” ઉજવ્યો.

યુનાઇટેડ નેશન દ્વારા જાહેર આ વર્ષની

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 2021 ની થીમ, “ટ્રાન્સફોર્મિંગ ફૂડ સિસ્ટમ્સ: યુથ ઇનોવેશન ફોર હ્યુમન એન્ડ પ્લેનેટરી હેલ્થ”, યુવાનોની અર્થપૂર્ણ ભાગીદારી વિના આવા વૈશ્વિક પ્રયત્નોની સફળતા હાંસલ કરશે નહીં.

હાલના ઝડપથી વિકસતા સમાજમાં આપણે જાણીએ છીએ કે આપણી વ્યસ્ત જીવનશૈલી ને કારણે રોજીંદા જીવનની જમવાની પદ્ધતિ માં ઘણો ફેરફાર થયો છે. મોટે ભાગે યુવાનો કામ કાજના બોજના કારણે ઘરનું ભોજન ચુકી જઈ બહારના જંક ફૂડ તરફ વળ્યા છે તો બીજી બાજુ ભણતર કરતા બાળકો પણ દેખા દેખી અને વધુ પડતા સ્વાદીસ્ટ ભોજનના ચક્કરમાં બહારનું જંક ફૂડ તરફ આકર્ષાય છે.


આ કુટેવો પાછળ જતા તેમના ભવિષ્યમાં ખલેલ કરે છે. બર્ગર, પીઝા, ફ્રાઈસ અને ઉંચી એનર્જી વાળા પીણાં પુરુષના શુક્રકોષોની કાર્યક્ષમતા પર અસર કરે છે. હાર્વર્ડ યુનીવર્સીટીના એક અહેવાલ પ્રમાણે એક સામાન્ય ભોજન કરતા વ્યક્તિ કરતા જંક ફૂડ અને ચરબી યુક્ત ખોરાક ખાનાર વ્યક્તિના શુક્રાણું (સ્પર્મ) નું પ્રમાણ ૨.૫ મીલીયન કે તેથી ઓછુ હોય છે.

શુક્રાણું એ પુરુષનો એક કોષ હોય છે જેની માત્રા ૧૫ મીલીયન કે તેથી ઓછી હોય તો તે વ્યક્તિ ના સ્પર્મ ગણતરી ઓછી કેહવામાં આવે છે કેમ કે એક વખતમાં પુરુષ ઓછામાં ઓછુ ૩૯ મીલીયન સ્પર્મ બહાર ફેકે છે અને જો આ ગણતરી થી ઓછું હોય તો તે પોતાના સાથીને ગર્ભધારણ કરાવી શકતો નથી અથવા શક્યતા ઘટી શકે છે.

આમ ઝડપથી વિકસતા સમાજ માટે જંક ફૂડ એ એક અભિશાપ બની રહે એમ છે. સાથે સાથે વધુ પડતું તાણ, વિટામીન અને મિનરલની અસર સ્પર્મ એટલે કે શુક્રાણુઓની ગુણવત્તા પર માઠી અસર કરે છે.

પુરુષોમાં બીજા કારણો જોઈએ તો :

  • એઝોસ્પર્મીયા
  • શુક્રાણુઓની ઓછી સંખ્યા
  • શુક્રાણુઓની ઓછી ગતિશીલતા
  • વારંવાર IUI મળતી અશફલતા જોવા મળે છે.

જો યુવાનો પોતાની જીવનશૈલી માં થોડો બદલાવ કરે અને પોતાના શારીરિક સ્વાસ્થ્યનું થોડું ધ્યાન આપે તો તેઓ વ્યંધત્વ જેવી ગંભીર પરિસ્થિતિ થી બચી શકે છે.

Leave a Reply

Shopping cart