
રોગપ્રતિબંધક રસી (B.C.G.)
બી. સી. જી. :
આ રસી ક્ષય રોગ સામે રક્ષણ આપે છે ખાસ કરીને મગજના ટીબી જેવા ગંભીર પ્રકારના રોગ સામે. સગવડ હોય તો જન્મ પછી પેહલા અઠવાડિયા માજ આપવામાં આવે છે. એક વર્ષનું બાળક તથા પહેલા બને તેટલું જલ્દી આપવું જરૂરી છે. રસી ડાબા ખભે ચામડીમાં ઇન્જેક્શન થી મુકાય છે. 20-૩૦ દિવસ પછી ત્યાં લાલ દાણો થાય છે. થોડા વખત પછી ત્યાંથી રસી નીકળે છે. બે-એક મહિનામાં રૂઝ આવીને ત્યાં નિશાન રહી જાય છે. બી. સી. જી. ની રસી મુકાવ્યા પછી ત્યાં ત્રણ મહિના માં ત્યાં નિશાન ના જણાય, તો ફરીથી બી. સી. જી. મુકવા માટે તમારા ડોક્ટરની સલાહ લેવી.
બી. સી. જી. નું આખું નામ ?
Bacillus Calmette–Guérin (BCG) નું આખું નામ બેસિલસ કાલ્મેટ-ગુએરીન છે. અહીં બેસિલસ એક બેક્ટેરિયાનો પ્રકાર છે અને કાલ્મેટ એ રસી શોધનાર વૈજ્ઞાનિક “આલ્બર્ટ કાલ્મેટ” અને તેમની સહાયક “કેમાયલી ગુએરીન” ના નામ પરથી રાખવામાં આવ્યું છે.
બી. સી. જી. ની શોધ અને કારણ ?
૧૮૫૪માં જયારે “બોવીન ટ્યુબરક્યુલોસીસ” નામના બેક્ટેરિયા ની શોધ થઇ ત્યારે તેના ચેપની સમજ વૈજ્ઞાનિકોને આવી કે આ રોગ કેવા પ્રકારનો છે ત્યાર બાદ “માયકોબેક્તેરીયમ ટ્યુબરક્યુલોસીસ” ની પણ જાણ થઇ અને ખબર પડી બંને એકજ પ્રજાતિના અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા છે. માયકોબેક્તેરીયમ ટ્યુબરક્યુલોસીસ ને આપણે “ટીબી” એટલે કે “ક્ષય” તરીકે પણ ઓળખીએ છીએ. ક્ષયના રોગની સામે રક્ષણ મેળવવા માટે બી. સી. જી. ની શોધ કરાય જે ૧૯૨૧માં પેહલી વાર માણસો પર ઉપયોગ કરવામાં આવી.
બી. સી. જી. થી કેટલા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણ મળે છે ?
બી. સી. જી. રસી આમ તો મુખ્ય રીતે “ટીબી” એટલે કે ક્ષય ના રોગ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે થાય છે. પરંતુ તે 20 થી ૮૦ % સુધી “લેપ્રોસીસ” રોગ સામે પણ રક્ષણ આપે છે.
૧૯૪૮ની સાલ માં ભારતે લોકો માટે સમુહમાં બી. સી. જી. નું રસીકરણ ની શરૂઆત કરી હતી જેમાં ભારત યુરોપના દેશોમાંથી બહાર રસીકરણ ની ઝુંબેશ ચલાવવા વાળો પ્રથમ દેશ હતો.