• Follow Us
  •                            Login

બાળ લકવાની રસી

આ રસી બાળ લકવાના રોગ સામે બાળકને રક્ષણ આપે છે. સામાન્ય રીતે ત્રીગુણી રસીના સમયેજ બાળલકવાની રસીનો ડોઝ પણ પીવડાવવામાં આવે છે. એટલે કે પ્રાથમિક કોર્સ માટે મહિના મહિના ના અંતરે ત્રણ ડોઝ અને ફરીથી દોઢ-બે વર્ષે એક પુરક ડોઝ. જન્મ વખતે બી.સી.જી. ની સાથે બાળલકવાની રસીનો પણ એક વધારાનો ડોઝ આપવાનું શરૂ કર્યું છે.

બાળલકવો એટલે કે “પોલીઓ” એ બાળકોને પોલીઓ વાયરસ નામના વિષાણું  ના સંક્રમણ થી થતો રોગ છે. પોલીઓ એ મનુષ્યમાં કુદરતી રીતેજ થતો રોગ છે. તેનો ફેલાવો પોલીઓ થયેલ વ્યક્તિના મળ દ્વારા ફેલાઈ છે. જો ખોરાક માં કે પીણાંમાં પોલીઓ ગ્રષિત વ્યક્તિની લાળ ભળેલી હોય તો પણ પોલીઓ ફેલાઈ શકે છે. પોલીઓના ચેપ પછી વ્યક્તિને તાવ કે ગળું ખરાબ રહેવા જેવા સામાન્ય લક્ષનોજ જણાય છે આથી ખબર નથી પડતી કે તે પોલીઓના ચેપનો ભોગ બનેલ છે. પોલીઓ ગ્રષિત વ્યક્તિ ને વગર કોઈ લક્ષણ એ ૬ મહિના સુધી પોલીઓનો ચેપ ફેલાવી શકે છે.

પોલીઓ જઠર દ્વારા શરીરમાં પ્રવેશ કર્યા પછી લોહીમાં ભળે છે અને તે સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ એટલે કે કરોડરજ્જુ ની નસોમાં રોગ પેદા કરે છે જેના કારણે શરીર ના ભાગોમાં પેરાલીસીસ થઇ જાય છે. જેમાં ઘણી વખત પગનો કે હાથનો સંપૂર્ણ વિકાસ ના થવો તથા માંસ એટલે કે મસલની નબળાઈ આવવી જેવા લક્ષણો સામેલ છે.

સન ૧૯૫૨માં જોનાસ સાલ્ક નામના વૈજ્ઞાનીકે પોલીઓ વાયરસની સામે રસીનું સફળ પરીક્ષણ કરી ને દુનિયાને પોલીઓની રસીનું પ્રદાન કર્યું હતું. પોલીઓની રસી બે રીતે લઇ સકાય છે. એક ઈન્જેકસન દ્વારા અને બીજી મો દ્વારા. જેને ક્રમશ: IPV  અને OPV તરીકે ઓળખાય છે. બને રસીમાં પોલીઓ વાયરસના મૃત કોષો હોય છે જે શરીરની રોગપ્રતિકારક તંત્રને તેનાથી રક્ષણ મેળવવામાં મદદ કરે છે.

 

Leave a Reply

Shopping cart