• Follow Us
  •                            Login

બાળક નો સામાન્ય વિકાસ ( Normal Development)

By

Dr Pratin Shah

M.B.B.S. DCH (Ped), Child specialist & Neonatologist

Fellowship in pediatric sonography in RDMS (USA)

“બાળક નો વિકાસ” એ બાળક નો મૂળભૂત ગુણ છેએમ કહી શકાય. બાળક તંદુરસ્ત હોય તો જ તેનો વિકાસ
યોગ્ય રીતે અને નિર્ધારિત પ્રમાણ અનુસાર થાય છે.


બાળક ના વિકાસ ના પ્રમાણ ની ચર્ચા કરતા પેહલા ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક બાળક સરખું હોતું નથી.
બધી રીતે તંદુરુસ્ત બાળક માં પણ કોઈ બાળક નો વિકાસ ઝડપ થી થાય છે તો કોઈ બાળક તેનાથી ધીમી ગતિએ વિકસે છે. કોઈ બાળક વેહલું ચાલતા શીખે છે તો કોઈ વેહલું બોલતા શીખે છે. અમુક કક્ષા સુધી માં બધાજ બાળકો તંદુરુસ્ત અને યોગ્ય રીતે વિકાસ પામેલા કેહવાય.


જન્મ થી પુખ્ત ઉમર સુધી કદ, કાર્યશક્તિ વગેરે જુદા જુદા ક્ષેત્રમાં બાળક નો સતત વિકાસ થતો હોઈ છે.


ઉમર પ્રમાણે બાળક નો વિકાસ નિયત થાય છે કેકેમ તે બાળ-આરોગ્ય કેન્દ્ર અથવા બાલ રોગ નિષ્ણાત પાસે
નિયમિત તાપસ થી જાણી શકાય છે– જો બાળક નો વિકાસ સમય પ્રમાણે ન હોઈ અથવા તો વિકાસ દર ધીમો હોઈ તો યોગ્ય તાપસ કરી સમયસર નિદાન થાય તો ઘણા બધા રોગો અટકાવી અને મટાડી શકાય અને
બાળક ને મનબુધ્ધિ થતા અટકાવી શકાય.

બાળકોની વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો


• વંશસૂત્રીય વારસા જેવા જૈવિક દેણગી, ઉંમર, લિંગ વગેરે
• માતા અને બાળક નું જન્મ બાદ પોષણ
• ભૌતિક પર્યાવરણ જેવા કે આવાસ, સૂર્ય પ્રકાશ, સુરક્ષિત પાણી પુરવઠો વગેરે
• ઝાડા જેવા ચેપ નો અટકાવ અને નિયંત્રણ
• કુટુંબ કલ્યાણના પાસાઓ જેવા કે કૌટુંબિક સંખ્યા, જન્મ ક્રમ અને જન્મ અંતર
• ગર્ભાવસ્થા દરમ્યાન કાળજી.


મોટા ભાગના આ પરિબળો પરિવારના અને ખાસ કરીને મહિલાઓના સામાજીક-આર્થીક દરજ્જાના સીધા
અસર હેઠળ છે. વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહિત કરવા આ બધા પરીબળોને ધ્યાનમાં રાખવા જરૂરી છે, કારણ
કે તેની સીધી અસર બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર થાય છે.


બાળકોમાં વિકાસલક્ષી સિધ્ધિઓ ( Development Milestone)

વય : જન્મથી 3 મહિના (BIRTH TO 3 MONTHS)

શારીરિક વિકાસ(motor skil)
• માથું ટટ્ટાર રાખી શકે
• પોતાના હાથ થી રમે
• બાળકના હાથ સતત ખુલ્લા હોય છે
દૃષ્ટી વિકાસ (vision)
• માતા ને જોઈ ને ઓડખી શકે
•વસ્તુઓ પર આંખો સ્થીર કરી શકે
ભાવાત્મક વિકાસ(speech)
• બાળક ખળખળ હસે અને અન્ય
અવાજો કાઢી શકે
સામાજીક વિકાસ(social)
• માતા ને ઓળખે
• માતા ને જોઈ ને સ્મિત આપે

વય : 3 મહિના થી 12 મહિના ( 4 months to 12 months)

શારીરિક વિકાસ(motor skill)દૃષ્ટી અને શ્રવાણીક વિકાસ
(vision and hearing)
• બાળક પોતાના પીઠથી પેટ અને
પેટથી પીઠ પર ફરી શકેછે
• ઘૂંટણ ભરી શકે
• આધાર સાથે ને પછી આધાર વગર
બેસી શકે.
• સપોર્ટ વડે ઉભું રહી શકે
• વસ્તુઓ એક હાથે પકડી શકે
•વસ્તુઓને નહાળી અને અનુસરી શકે
• અવાજ સાંભળી ને ફોલ્લૉ કરી શકે
ભાવાત્મક વિકાસ(speech)સામાજીક વિકાસ(social)

• Mama-dada બોલી શકે
• જોર જોર થી હસે

• માતા પિતાને ને ઓળખે, અજાણ વ્યક્તિ થી
દૂર જાય
• પોતાના નામ ને ઓળખી શકે
• બાય-બાય કરી શકે

વય : 1 વર્ષ થી 2 વર્ષ ( 1 TO 2 YEARS)

શારીરિક વિકાસ(motor skill)દૃષ્ટી અને શ્રાવણીક વિકાસ
(vision and hearing)
• સ્વતંત્ર ચાલી શકે
• દોડી શકે
• બંને પગે ભુસ્કા મારી શકે
• જાતે કપથી પાણી પી શકે છે
• એક પછી એક ચોપડી ના પાના
ફેરવિ શકે છે
• 3-4 રંગો પારખી ને ઓળખી શકે છે
• પુખ્ત વયના માણસ ની જેમ વિવિધ પ્રકાર
ના અવાજોને સાંભળી એન એ પારખી શકે
ભાવાત્મક વિકાસ(speech)સામાજીક વિકાસ(social)
• વિવિધ શબ્દો થી બડબડાટ કરે
• આંખ,નાક,કાન તરફ ઈશારો કરી શકે
• બે શબ્દ વાક્ય બોલી શકે(ભૂખ
લાગી,પાણી આપો વગેરે)
• તાળીઓ પાડે, વિવિદ રમતો રમે
• વિવિદ લાગણી દર્શાવે જેમકે ઈર્ષા, દ્વેષ ,
સ્નેહ
• દિવસ દરમ્યાન પેશાબ માટે કહે

૩ વર્ષ

• બાળક ત્રણ પૈડાંની સાઇકલ ચલાવી શકે છે
• દાદર ચઢી અને ઉતરી શકે
• રાઉન્ડ -સર્કલ બનાવી શકે
• બાળક સરળ પ્રશ્નોના જવાબ જેમ કે”તમે છોકરો કે છોકરી છો?” આપી શકે છે
• બાળક વસ્તુઓ મુકવામાં મદદ કરે છે
• બાળક ઓછામાં ઓછુ એક રંગનું નામ આપી શકે છે
• પોતાનું નામ બોલી શકે

૪ વર્ષ

• જાતે કપડાં પેહરી અને ઉતારી શકે
• જાતે ચોરસ બનાવી શકે
• જાતે વાર્તાઓ બનાવીને બોલી શકે
• બાળક પુસ્તકો અથવા સામયિકો માંથી ચિત્રોના નામ કહી શકે છે

૫ વર્ષ

• બાળક પોતાના કપડાના કેટલાક બટન બંધ કરી શકે છે
• બાળક કમસેકમ ત્રણ રંગના નામ આપી શકે છે
• બાળક એક પછી એક પગ મુકતા પગથીયા ઉતરી શકેછે
• બાળક પગ પોહળા કરીને કૂદકો મારી શકે છે

વિકાસલક્ષી વિલંબ માટે ઝડપી પરખ


• માતા પિતા તરીકે એ ખ્યાલ હોવું મહત્વનું છે કે કોઈ બે બાળકો સરખી ગતિએ વિકસતા નથી કે
બાજુવાળાનું બાળક જે કરી શકે છે આપણું બાળક તે નથી કરી શકતું.
• થોડા મહિના ના અંતે જો તે ચોક્કસ પ્રવૃત્તિ કરી નથી શકતું તો પેડિયાટ્રીસિયનની સલાહ લેવી
જોઇએ
• વિવિધ પ્રવૃત્તિઓ માટે નોંધાયેલ ઉંમરે,બાળકનું અમુક સમયે અવલોકન કરવું જોઈએ, જે નીચે
દર્શાવેલ ગ્રાફ પીચર માં સૂચિત કરેલું છે.
• જો નીચે દર્શાવેલ વિકાસલક્ષી ઉમર કરતા, વધુ સમય ચોક્કસ વિકાસ માટે લાગેતો જરૂર
પેડિયાટ્રીસિયનની સલાહ લેવી

બાળકનો પ્રવૃત્તિ અવલોકન ગ્રાફ

Leave a Reply

Shopping cart