માતાને ગર્ભ રહે ત્યારથી બાળક ધાવતું હોય ત્યાં સુધી માતાએ ટેટ્રાસાઈક્લીન એન્ટીબાયોટિક ના લેવી; તેમજ બાળકને પણ તે 8 વર્ષનું ન થાય ત્યાં સુધી ન આપવી.
બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી રોજ તેના પેઢાને મીઠાના પાણીમાં આંગળી બોળીને મસાજ કરવો.
3 વર્ષની ઉંમરે, જયારે બાળકને લગભગ બધા દુધિયા દાંત ફૂટ્યા હોય છે, બાળકને બ્રશની ટેવ કેળવવા શરુ કરવું. બાળકને ખાસ બાળકો માટેનું બ્રશ અને પેસ્ટ આપવા. બાળકને બ્રશ કરવાની સાચી રીત શીખવાડવી. તે બાબતમાં તમારા દાંતના ડોક્ટરની સલાહ લેવી. તમારી દેખ રેખ હેઠળ બાળકને બે વાર સવારે ઉઠીને અને રાત્રે સુતા પહેલા એમ બે વાર બ્રશ કરાવવું.
દુધિયા કે કાયમી દાંતની જેમજ માવજત કરવી. દુધિયા દાંત પડી જવાના હોય છે પણ તેમના પ્રત્યે બેદરકાર રહી શકાય નહિ. દુધિયા દાંત ખરાબ થાય અથવા વહેલા પડી જાય તો તેની અસર કાયમી દાંત પર પડે છે.
દુધિયા કે કાયમી દાંતમાં ખોડખાંપણ કે સડૉ હોય તો દાંતના ડોક્ટરની સલાહ લેવી અને નિયમિત સારવાર ચાલુ રાખવી.
ટોફી, ચોકલેટ, પીપરમીંટ, મીઠાઈ જેવી ગળી અને દાંતને ચોંટી બેસે તેવી વસ્તુ ખાધા પછી દાંત અવશ્ય સાફ કરાવવાની કોશિશ કરવી.
દાંત ઉપર છારી થઇ હોય તો ડોક્ટર પાસે સાફ કરાવવી અને ફરીથી ન થાય તે માટે સલાહ લેવી.
દાંત ઉપર સડો થયો હોય કે નાના મોટા કાણા પડ્યા હોય તો તાત્કાલિક પુરાવવા (દુધિયા દાંત હોય તો પણ )
દાંત વાંકાચૂકા કે જકડાયેલા આવ્યા હોય તો દાંતના તજજ્ઞ ડોક્ટર (ઓર્થોડેન્ટીસ્ટ)ની સલાહ લેવી.
ધ્યાન રાખો કે દાંત ખરાબ હોય તો બાળકનું આરોગ્ય જોખમાય છે જયારે દાંત વાંકા ચુકા હોય તો બોલવા ઉપર માઠી અસર પડે, દેખાવ બગડે અને તેથી બાળકનું માનસિક સ્વાસ્થ્ય બગડે. બાળકના દાંત પ્રત્યે બે દરકાર રહેશો નહિ. દાંતના ડોક્ટર પાસેથી દર ૬ મહીને બાળકના દાંતની ચકાસણી કરાવવી.