
પરિવાર નિયોજન અને વ્યંધત્વ નિવારણ
યુનાઇટેડ નેસન્સ (UN) {એક એવું સંગઠન જેમાં } એ ઈ.સ. ૧૯૯૩માં મે મહિનાની ૧૫ મી તારીખને અંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે. આ દિવસની ઘોષના પરિવાર અને તેને લગતા પ્રશ્નો અને મુદ્દાઓ વિશેની જાણકારી મેળવવાનો અને સમાજ કેળવવાનો છે. આ દિવસે દર વર્ષે UN અલગ અલગ થીમ એટલે કે અલગ અલગ મુદ્દાઓ પર જાણકારી પ્રદાન કરી લોકોમાં જાગૃતતા ફેલાવે છે.
મિત્રો પરિવાર ની પરિભાષાથી આપણે બધાજ જાણકાર છે. સાયન્સની ભાષામાં સમજીએ તો માતા પિતાના બે DNA થી ઉત્પન થતી સંતતિ અને તેની સંતતિ ને એક સાથે એક જુથમાં મુકીએ ત્યારે તે એક પરિવાર (કુટુંબ) કહેવાય છે. જયારે એક સ્ત્રી અને પુરુષ સંતતિ માટે પ્રયત્નો કરે છે અને માતૃત્વ તથા પિતૃત્વ પ્રાપ્ત કરે છે ત્યારે એક પરિવારના વંસ માં સામાજિક દ્રષ્ટીએ વધારો કરે છે અને સાયન્સની દ્રષ્ટીએ તે પરિવારની ઓળખ એટલે કે DNA ઇનફોર્મેસન તેની સંતાન દ્વારા સચવાઈ છે.
આપણે જાણીએ છે કે સંતાન પ્રાપ્તિ એ દરેક વ્યક્તિના જીવનમાં કેટલી મહત્વની પળ છે. પરંતુ કેટલાક કિસ્સાઓ માં કુદરતી અથવા કૃત્રિમ કારણોના કારણે સંતતિ પ્રાપ્ત કરવામાં સ્ત્રી અને પુરુષ અસફળ રહે છે. જેના વિવધ કારણો હોય શકે છે. આજે આપણે ડો. સ્વેતા પટેલ (M.S.)(OBS & GYNE), સુરત. દ્વારા જાણીશું કે પરિવાર નિયોજન માટે ઉપલબ્ધ સાધનો અને તેની પ્રેગ્નન્સી પર અસર.
પરિવાર નિયોજન માટેના રસ્તાઓ :
- નિરોધ
- ડાયાફ્રેગમ કે સર્વાયકલ કેપ
- વજાયનલ સ્પોંજ
- બર્થ કંટ્રોલ ની દવા
- ઈમ્પ્લાન્ટસ
- પ્રોજેસ્ટેરોન ના ઇન્જેકસન
- સ્કીનના પેચ
- વાજાયનલ રિંગ
- ઇમર્જન્સી કોનટ્રાસેપ્સન

૧. નિરોધ
ઉપર આપેલા પરિવાર નિયોજન ના દરેક રસ્તાઓ માંથી મુખ્યત્વે નિરોધ એ ખુબજ સહજ અને સરળ ઉપાય છે. જેમાં પુરુષ અને સ્ત્રી એમ બેય માટે અલગ અલગ પ્રકારના નિરોધ બજારમાં ઉપલબ્ધ છે. નિરોધ શરીરના બહારી અંગો પર રહી ગર્ભધારણ થતું અટકાવે છે. આથી તે શરીરની કોઈ પણ રસાયણિક પ્રક્રિયાને કૃત્રિમ રીતે ખલેલ પહોચાડતું નથી. આથી સમજી સકાય એ નિરોધનો અને વ્યંધત્વને કોઈ નિસ્બત નથી.
૨. ડાયાફ્રેગમ કે સર્વાયકલ કેપ
એજ પ્રમાણે ડાયાફ્રેગમ કે સર્વાયકલ કેપ પણ આ પ્રકારે શરીરમાં પ્રવેશ કરતી નથી અને શરીરના બ્લડ માં ગયા વગર ગર્ભધારણ અટકાવે છે.
૩. વજાયનલ સ્પોંજ
કોન્ટ્રાસેપ્ટીવ સ્પોંજ એ ડિસ્ક આકારનું પોલી યુરેથીન થી બનેલું ફોમ છે જેમાં શુક્રાણું ને મારી શકે એવી દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. સ્પોંજ ને યોની માર્ગમાં અંદર થી બેસાડવામાં આવે છે. તે માત્ર ગર્ભ ધારણ અટકાવી સકે છે. STD બીમારીઓને થતી અટકાવી શકતું નથી. તેના ઉપયોગ થી વ્યંધત્વ થવાના અત્યાર સુધી કોઈ ચોક્કસ રીપોર્ટ નોધાયા નથી.
૪. બર્થ કંટ્રોલ ની દવા
કોન્ટ્રાસેપ્ટીવ દવાઓનો ઉપયોગ સ્ત્રીઓમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. કેમ કે તેનો ઉપયોગ સરળ છે. ઘણી વખત એવી અફવાઓ સામે આવે છે કે આ દવાઓના ઉપયોગ થી વ્યંધત્વ આવે છે પરંતુ ઘણી બધી રીસર્ચ અને સ્ટડી માં જાણવા મળ્યું છે કે ૨૭ % સ્ત્રીઓ ને દવા બંધ કર્યાના પ્રથમ મહિના માજ ગર્ભધારણ થયું હોય તથા બાકીની સ્ત્રીઓમાં ૭૯ % માં એક વર્ષની અંદર અંદર ગર્ભધારણ થઇ જાય છે.
૫. ઈમ્પ્લાન્ટસ
આ મેથડ માં એક નાનું, ફ્લેક્ષીબલ રોડ ( ટુકડો ) સ્ત્રીના શરીરમાં ફીટ કરવામાં આવે છે. જે પ્રોજેસ્ટેરોન નામક હોર્મોન છોડતું રહે છે. જે સ્ત્રીના અંડક માંથી અંડકોષ ગર્ભાશયમાં આવવા દેતું નથી. જેથી ફલનની પ્રક્રિયા થતી નથી. આ ઈમપ્લાન્ટ લગાવવા એક નાની સર્જરી કરવાની હોય છે. જે તમારા ગાયનેક ડોક્ટર ની મદદ થી કારવી શકો છો. અ ઈમપ્લાન્ટ દર ત્રણ વર્ષે બદલી નાખવામાં આવે છે.
તે ખુબજ સરળ રસ્તો છે અને સ્ત્રીના શરીરને કોઈ નુકશાન પણ કરતુ નથી. તે ગુપ્ત રોગોના સંક્રમણ સામે રક્ષણ આપતું નથી.
૬. પ્રોજેસ્ટેરોન ના ઇન્જેકસન
પ્રોજેસ્ટેરોન ઈન્જેકસન દ્વારા આપવામાં આવે છે. સામાન્ય રીતે તે ૧૨ અઠવાડીયા સુધી લોહીમાં ધીમે ધીમે ભળતું રહે છે. તે હાથ અથવા કુલા પર મુકવામાં આવે છે. ઈન્જેકસન ૩ મહિના સુધી અસરકારક રહે છે અને તે કોઈ પણ શારીરિક ખામી સર્જતું નથી.
તે કદાચ સ્ત્રીના માસિકઋતુ ના સમયમાં ફેરબદલ કરી શકે છે. અને કોઈ પણ ગુપ્ત રોગોથી રક્ષણ નથી આપી શકતું. પ્રોજેસ્ટેરોન ના ઈન્જેકશન, ઘણા બધા લોકો મુંજવણ માં હોય છે કે પ્રોજેસ્ટેરોન એ ઇન્જેક્શન માતાને ગર્ભ ધારણ પછી આપવામાં અથવા ગર્ભધારણ ની પ્રક્રિયામાં આપવામાં આવે છે. તો આનાથી માતાને કે બાળકને કોઈ નુકશાન તો નથી ને ???..એકદમ નિશ્ચિંત થઇ જાવ પ્રોજેસ્ટેરોન એ શરીરમાં કુદરતી રીતે બનતું એક હોર્મોન છે. જેની કોઈ પણ આડઅસર ગર્ભ પર થતી નથી કે વ્યંધત્વ પેરતું નથી.
૭. ચામડી પર લાગતું સ્કીન પેચ
સ્કીન પેચ એટલે કે એક બેન્ડ એઇડ જેવી નાની ટીકડી હોય છે. જેમાં ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન હોય છે. જે ધીમે ધીમે ચામડી માંથી શરીરમાં લોહીમાં ભળતા રહે છે. તે સામાન્ય દવાની ગોળીઓ જેવુજ કામ કરે છે. પરંતુ અહીં તે પેચ ના રૂપે ચામડી પર લગાવવાની હોય છે.જે ૨૧ દિવસ સુધી શરીર પર લગાવવાની હોય છે અને પછી કાઢી નાખવાની હોય છે જેથી નોર્મલ રીતે પીરીયડ (માસિક) આવી શકે.
સ્કીન પેચ ખરીદવા તમારે ડો. ના પ્રીસ્ક્રીપ્સન ની જરૂર પડી શકે છે. અને તે ગુપ્ત રોગો સામે રક્ષણ આપતા નથી.
૮. વાજાયનલ રિંગ
આ મેથડ માં એક પ્લાસ્ટિક રિંગ ને યોની માર્ગમાં મુકવાની હોય છે. અને તે કુલ ૨૧ દિવસ સુધી રાખવાની હોય છે. અને પછી કાઢી નાખવાની હોય છે. આ રિંગમાં પણ ઓઈસ્ટ્રોજેન અને ર્પોજેસ્ટોજેન હોર્મોન હોય છે. જે અંડકોષ નો સ્ત્રાવ અટકાવે છે. આ રીતમાં રીંગ ના થોડાક સાઈડ ઈફેક્ટ છે. પરંતુ એ ઝડપથી માસિકઋતુ અને ગર્ભધારણ માટે સ્ત્રીને શક્ય બનાવે છે જયારે તેને કાઢી નખવામાં આવે છે. તે પણ ગુપ્ત રોગોના સંક્રમણ સામે રક્ષણ આપતું નથી.
૯. ઇમર્જન્સી કોનટ્રાસેપ્સન
ઈમાર્જેન્સી કોન્ટ્રાસેપ્ટીવ પિલ્સ ( જેમકે i-pill) અનપ્રોટેક્ટેડ ઈંટરકોર્ષ ના ૨૪ કલાકમાં લઇ લેવી જોઈએ, મહત્તમ ૭૨ કલાકની અંદર લઇ શકાય છે. આનાથી ૯૯% સુધી અણગમતું ગર્ભધારણ અટકાવી શકાય છે. આના સિવાય બીજો એક ઉપાય અનપ્રોટેક્ટેડ ઈંટરકોર્ષ ના પાંચમાં દિવસમાં (cu-T ) મુકવી શકાય. આનાથી ભવિષ્યમાં ગર્ભધારણ પર કોઈ આડ અસર થતી નથી.