• Follow Us
  •                            Login

નવજાત બાળકની સંભાળ (ભાગ -૨ )

બાળકના પોષણ ની ચિંતા :

બાળક ૬ મહિનાનું થાય ત્યાં સુધી તેના ખોરાકની બધીજ જરૂરિયાતો સ્તનપાન થી મળી રહે છે. ધાવણમાં બાળકને જરૂરી પ્રોટીન, ખાંડ, ચરબી, વિટામિન્સ તથા લોહતત્વ મળી રહે છે. સાથે સાથે પાણીની જરૂરિયાત પણ ધાવણ માંજ પૂરી થાય છે. ગરમીના દિવસોમાં પણ બાળકને વધારાનું જુદું પાણી પીવડાવવાની જરૂરિય પડતી નથી.

ચેપી રોગ સામે રક્ષણ ની ચિંતા :

માતાના સ્તનમાંથી ધાવણ સીધુજ બાળકના મુખમાં જાય છે. ધાવણને બહારના જંતુઓનો ચેપ લાગી શકતો નથી. ઉપરાંત ચેપી જંતુઓનો વિકાસ જાત જાતના સંરક્ષક તત્વો અને કોષો ધાવણમાં હોય છે. અન્ય પ્રાણીઓના દુધમાં બાળકને રક્ષણ આપે તેવાં કોઈ તત્વો હોતા નથી, ઉલટું તેના કારણે બાળકને ચેપ લાગવાનો ભય ખુબ વધારે હોય છે.

બાળકનું માનસિક સ્વાસ્થ્ય :

શારીરિક જરૂરિયાતો પૂરી પડવાની સાથે સ્તનપાન બાળકને માનસિક આશ્વાસન અને આનંદ આપે છે. તેની માનસિક પ્રવૃતિનો વિકાસ બીજા બાળકો કરતાં ઝડપી હોય છે.

 

Leave a Reply

Shopping cart