• Follow Us
 •                            Login

નવજાત બાળકની સંભાળ (ભાગ -3 )

સ્તનપાન અને બહારનું દૂધ 

સ્તનપાનથી માતાના સ્વાથ્યને ઘણો લાભ થાય છે.

સ્તનપાન થી માતાને પણ લાભ મળે છે. માતા માનસિક તૃપ્તિ અને સ્વસ્થતા અનુભવે છે, બાળકને ધવડાવવાથી માતાનો શારીરિક દેખાવ બગડતો નથી. ઉલટું, સગર્ભાવસ્થા માં ફેરફાર થયેલા અંગોને પુર્વસ્થીતી પ્રાપ્ત કરવામાં સ્તનપાન મદદરૂપ થાય છે. અને સગર્ભાવસ્થામાં વધેલી ચરબી ધાવણ માટે વપરાય છે. સ્તનપાન આપ્યું હોય તેવી માતાઓમાં સ્તનના કેન્સરનું પ્રમાણ ઓછું રહે છે.

સ્તનપાન માટેના સૂચનો

 • સ્તનપાન બાળકનો જન્મસિદ્ધ હક છે અને તે તેને મળવોજ જોઈએ.
 • માતાનું દૂધ બલાકમાટે સર્વોત્તમ, અનુકુળ, પોષક અને સંરક્ષક ખોરાક છે. જે ગતે ત્યારે ગમે ત્યાં માતા બાળકને આપી શકે છે. તેનાથી બીમારીઓનું જોખમ ઘટે છે.
 • સ્તનપાન માતા અને બાળકને તન અને મન થી નિકટ લાવે છે.
 • સામાન્ય રીતે દરેક માતા સ્તનપાન કરાવવાની ક્ષમતા ધરાવે છે.
 • સુવાવડ પછી તરત બાળકને અડધા કલાકમાં જ બાળકને ધાવણ આપો. બલકે કેટલું પીધું તેની ચિંતા ના કરો.
 • શરૂઆતનું દૂધ નવજાત બાળકને માફક આવે એવા પોષક અને રોગપ્રતિકારક તત્વોથી બનેલુ હોય છે. બાળકને તે પીવડાવવુંજ જોઈએ.
 • જન્મ્યા પછી બાળકને ગોળ, ગળથુથી, ગ્લુકોઝનું પાણી વગેરે પીવડાવવામાં આવે છે, તે જોખમ ભર્યું છે. આવા બાળકોમાં ચેપી રોગ અને તેના કારણે થતાં મૃત્યુનું પ્રમાણ હંમેશા વધારે રહે છે.
 • બાળકને કોઈ પણ સંજોગોમાં બોટલ, બોથી, ચુસની આપસો નહિ. તેને ખોટી રીતે ચૂસવાની ટેવ પડશે અને સ્તનપાન મુશ્કેલ બનશે.
 • બાળક વધારે ધાવે તો વધારે દૂધ આવે. બાળકને તમારી પાસેજ સુવડાવો, જુદા ઓરડામાં નહિ. તોજ બાળકને વારે ઘડીએ માંગે ત્યારે, તેની ઈચ્છા હોય તેટલા સમય સુધી ધવડાવી શકાય.
 • બાળક રડતું હોય તો “ધાવણ ઓછું પડે છે ” એવું માની ઉતાવળે બહારનું દૂધ પીવડાવવાનું ચાલુ કરશો નહિ. ડોક્ટર પાસે ચકાસણી કરવો. તમારું ધાવણ વધારવાના ઉપાયો ડોક્ટર સમજાવશે.
 • સ્તનપાનમાં થતી ગુંચવણ યોગ્ય ઉપાય અપનાવીને દુર કરી શકાય છે. સ્તાનાગ્રમાં તિરાડ, સ્તનમાં સોજો, ગાંઠો, ગુમડા, માતાની કે બાળકની માંદગી, માતાની નોકરી એવી અનેક મુશ્કેલીઓમાં પણ સ્તનપાન ચાલુ રાખવું શક્ય છે. તે માટે ડોક્ટરની સલાહ લો. છ મહિના સુધી માતાના ધાવણ સિવાય કશું જ આપવું નહિ. ડોક્ટર પાસે ચકાસણી કરવો. તમારું ધાવણ વધારવાના ઉપાયો ડોક્ટર સમજાવશે.
 • ૧૦ મહિનાની ઉમર પછી બાળકને ધવનની સાથે સાથે ખોરાક આપવો જરૂરી છે. બાળ આહારની ડબ્બા પ્રત્યે લલચાસો નહિ. બાળકને ઘરનો તાજો ખોરાક આપો. દા.ત. ભાતનું ઓસામણ, દાળનું પાણી, બાફેલા શાકભાજીનો રસ, ફળનો રસ વગેરેથી શરુ કરો.
 • બીજા વર્ષમાં ધાવણ ચાલુ રાખવું. માતા અને બાળકને અનુકુળ હોય તો ત્રીજા વર્ષમાં પણ ધાવણ ચાલુ રાખવામાં વાંધો નથી.

બહારનું દૂધ :

જેમ બને તેમ પહેલા ૬ મહિના સુધી બાળકને બહારનું દૂધ ન આપીએ તો સારું. પરંતુ કેટલાક સંજોગો એવા હોય છે. કે જયારે બાળકને બહારનું દૂધ આપવુંજ પડે, એવે વખતે પણ જેમ બને તેમ ધાવણ ચાલુ રાખવું. આજકાલ નોકરિયાત સ્ત્રીઓનું પ્રમાણ વધ્યું છે. આવી સ્ત્રીઓએ નોકરીના સમય દરમ્યાન સ્તન દબાવીને બહાર કાઢેલું દૂધ આપી શકાય. પણ આ પ્રક્રિયા માટે બ્રેસ્ટ પમ્પનો ઉપયોગ હિતાવહ નથી. આ પ્રકારે ભેગું કરેલું દૂધ સામાન્ય ઉષ્ણતામાને અને રેફ્રીજેરેટરમાં ૨૪ કલાક સાચવી શકાય છે. પણ તે વાડકી કે ચમચીથી આપવું જોઈએ. બાળકને ઉપરનું દૂધ આપવાની જરૂર પડે તો બને ત્યાં સુધી ડેરીનું પેસ્ચ્યુરાઈઝડ દૂધ આપવું હિતાવહ છે. પ્રથમ માસ દરમ્યાન એક ભાગ દૂધ : ૧ ભાગ પાણી, બીજા માસ દરમિયાન બે ભાગ દૂધ : ૧ ભાગ પાણી અને ત્રીજા માસ દરમિયાન આખું દૂધ આપવું. એક કપ દુધમાં એક ચમચો ખાંડ ઉમેરવી. બહારનું દૂધ હમેશા ૫ મિનીટ ઉકાળેલા વાડકી અને ચમચીથી આપવું. બોટલથી નહિ. પાણી ઉકાળવાનું ચાલુ થાય તે પછી પાંચ મિનીટ વાડકી કે ચમચી ઉકળતા પાણીમાં રહેવા જોઈએ.

બાળક જેટલું પી તેટલું પીવડાવવું. હંમેશા થોડું બાકી રહે તેટલું લેવું. બાળકને ભૂખ લાગે ત્યારે દૂધ આપવું જોઈએ, નહિ કે ઘડિયાળ જોઈને. ધાવણ ની જેમ બહારનું દૂધ પણ બાળકને ખોળામાં લીનેજ પીવડાવવું.

Leave a Reply

Shopping cart