
ધનુર
ધનુરના જંતુઓ માટીમાં હોય છે. ખાસ કરીને છાણમાં. શરીરના જખમમાંથી તે શરીરમાં પ્રવેશે છે. હવા (ઓક્સીજન) પૂરતા પ્રમાણમાં પહોચતી હોય એવા ઠેકાણે ધનુરના જંતુઓનો ફેલાવો થતો નથી. તેમ જખમ જો ઊંડો હોય અને તેમાં માટી ભળી ગઈ હોય તો ધનુર થવાની શક્યતા વધે છે. કાનમાં રસી થતી હોય તો ત્યાં પણ આ જંતુઓનો ફેલાવો થઇ શકે. જમ્યા પછી નાળ કાપતી વખતે ચોખ્ખાઈ ના રાખી હોય તો નાળમાં ધનુરના જંતુઓનો ફેલાવો થઈને નવજાત બાળકને ધનુર થવાનો ભય રહે છે.
શરીરમાં પ્રવેશ કર્યા પછી ધનુર થવાની શક્યતા વધે છે. કાનમાં રસી થઇ હોય તો ત્યા પણ આ જંતુઓનો ફેલાવો થઇ શકે છે. જન્મ પછી નાળ કાપતી વખતે ચોખ્ખાઈ રાખી ના હોય તો નાળમાં ધનુરના જંતુઓનો ફેલાવો થઈને નવજાત બાળકને ધનુર થવાનો ભય રહે છે.
શરીરમાં પ્રવેશ કર્યા પછી ધનુરના જંતુઓ એક જાતનું ઝેર પેદા કરે છે. શરૂઆતમાં બાળક્ને મોઢું ખોલતાં મુશ્કેલી પડે છે. તેના હલન ચલનમાં જરા અક્કડપણું આવે છે. રોગ આગળ વધતાં બાળાકને ખાવા પીવામાં તકલીફ પડે છે.
અને તાણ આવે છે.
ધનુર એક ગંભીર રોગ છે. તેની સારવાર દવા ખાનામાંજ થઇ શકે. યોગ્ય સારવાર પછી પણ નવજાત બાળકોમાં તો ધનુર અત્યંત ઉગ્ર રૂપ ધારણ કરે છે અને મૃત્યુ દર્ ઘણો ઊંચો છે.
ત્રિગુણી રસી ( મોટા બાળકોને દ્વિગુણી અથવા ધનુરની રસી) સમયસર મુકાવી એ તો બાળકને આ જીવ લેન્ રોગ સામે રક્ષણ મળે. જખમની યોગ્ય સારવાર કરવીજ ઘટે. જખમ થતાં કોઈ પણ વખત તેના પર્ માટી દબાવવી નહિ. જખમ માં માટી ભળી હોય તો વહેલી તકે સાબુથી કે પાણી થી ધોઈ કાઢવી.