
ત્રિગુણી રસી (DPT)
આ રસી ડિપ્થેરિયા, ઉન્તાન્તીયું(પરટ્યુસીસ) અને ધનુર આ ત્રણ રોગો સામે રક્ષણ આપે છે. તેથી અને ત્રિગુણી રસી કહેવામાં આવે છે. એક એક માસને અંતરે આ રસીના ત્રણ ઈન્જેકસન સ્નાયુમાં આપવાનાં હોય છે. બે ડોઝની વચ્ચે એક મહિનાથી વધારે સમય થાય તો વાંધો નથી. એક મહિના કરતાં ઓછા સમયમાં ન મુકાય. સરકારી કાર્યક્રમમાં રસીનો કોર્સ દોઢ મહીને ચાલુ કરવામાં આવે. મોડું થાય તો વાંધો નથી. પણ ત્રણ ડોઝનો પ્રાથમિક કોર્સ નવ માસ સુધીમાં કરવો જરૂરી છે. રસી આપ્યા પછી કેટલીક વખત એક-બે દિવસ તાવ આવે અને રસી આપેલી હોય તો દુખાવો થાય. કોઈ વખત નાની ગાંઠ થાય છે જે આપોઆપ થોડા દિવસમાં ઓગળી જાય છે. ગાંઠ મોટી થતી હોય, લાલ થાય, બાળકનો તાવ ચાલુ રહે તો ડોક્ટરને બતાવવું. દોઢ બે વર્ષે અને પાંચ વર્ષે ત્રિગુણી રસીના ફરી બે પુરક ડોઝ આપવાનાં હોય છે.
ઈતિહાસ :
ત્રિગુણી રસી ૧૯૪૯માં નોધાઇ હતી. ત્યાર બાદ રસી માટે ઘણા હકરાત્મક અને નકારાત્મક પ્રતિભાવ આવ્યા. જયારે ૨૦મી સદીમાં રસીકરણમાં ઉપયોગ લેવાઈ ત્યારે રસીને ઘણો સારો પ્રતિસાદ મળ્યો અને લાખો બાળકોનો જીવ પરટ્યુસીસ જેવી બીમારીથી બચાવવામાં સફળ રહ્યા. ત્યાર બાદ ૨૦૦૯ ની સાલમાં તેને સુરક્ષિત અને બાળકો માટે જરૂરી બનાવવામાં આવી.
રસી વીશે જાણવા જેવી અગત્યની બાબતો :
જેમ કે આપણે જાણીએ છીએ એ રીતે રસી એ જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાના મૃત કોષો, કોષના ભાગ અથવા એન્ટીજન ની બનેલી હોય છે જેના કારણે માનવ શરીર એ મૃત કોષોને બહારી આક્રમણ સમજી તેની સામે રોગ પ્રતિકારક શક્તિ બનાવી લે છે. અને જયારે ખરેખર સાચા જીવાણું સંપર્કમાં આવે ત્યારે શરીર પહેલેથીજ તૈયાર હોય છે તેની સામે રક્ષણ આપવા. હવે ત્રિગુણી (DPT) રસીમાં ત્રણ જીવાણુઓ ડિપ્થેરિયા, ઉન્તાન્તીયું(પરટ્યુસીસ) અને ધનુર ના કોષો અથવા તેના અવશેષો રહેલા હોય છે અને જેના પ્રમાણ અને પ્રકારને આધારે અલગ અલગ નામ અપાય છે. ત્રિગુણી રસીના પ્રકાર નીચે પ્રમાણે છે :
(૧) DPT : આ પ્રકાર માં દરેક કોષ જીવાણુંના મૃત શરીરથી બનેલા છે. જે શરીરને જીવાણું ને સમજવા અને તેની સામે રક્ષણ આપવાની પ્રક્રિયામાં મદદ કરે છે.
(૨)DTwP : આ પ્રકારમાં તમે નામ માં જોવ એ મુજબ “w” નાનો છે એનો મતલબ અહીં “P” પરટ્યુસીસ ની આગળ લાગેલો w એમ બતાવે છે કે “WHOLE” એટલે કે પરટ્યુસીસ જીવાણુંના આખા મૃત કોષો રસી બનાવવામા ઉપયોગ થયેલ છે.
(3)DTaP : આ પ્રકારમાં તમે નામ માં જોવ એ મુજબ “a” નાનો છે એનો મતલબ અહીં “P” પરટ્યુસીસ ની આગળ લાગેલો a એમ બતાવે છે કે “એન્ટીજન” એટલે કે પરટ્યુસીસ જીવાણુંના એન્ટીજન નો રસી બનાવવામા ઉપયોગ થયેલ છે.
(૪)TdaP : આ પ્રકારની રસીમાં ધનુરના જીવાણુઓ, ઓછી માત્રામાં ડિપ્થેરિયા જીવાણું અને બહારી આવરણ વગરનો પરટ્યુસીસ જીવાણું નો ઉપયોગ થયો છે. વર્ષ ૨૦૧૨માં આ રસીનો ઉપયોગ ગર્ભવતી સ્ત્રીઓમાં પણ સફળ રહ્યો. અમેરિકન સોસાયટીએ આ પ્રકારની રસીને દરેક ગર્ભવતી સ્ત્રીઓને આપવા માટે સલાહ કરી છે.