• Follow Us
  •                            Login

“ ડોક્ટર મને જરા પણ સહન થતું નથી. મને અત્યારેજ મારૂ B12 નું ઈન્જેકસન મૂકી આપો ”

લોકોને એવી ભ્રમણા છે કે B12 ની ઉણપ કે અભાવથી ફક્ત હાથ પગ દુખે છે.

ભ્રમણા
તો ચાલો આજે આપણે વિટામીન B12 વિષે થોડું હજુ વધુ સમાજીએ.

પહેલ તો એ સમજીએ કે વિટામીન B12 મળે છે ક્યાંથી !!

ચરતા અને વિહરતા પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ કે ઘેટા પોતાના રોજીંદા ખોરાક દ્વારા તથા તેમના શરીરમાં આવેલા આંતરડામાં રહેલા બેક્ટેરિયા ના પાચનથી શરીર માટે જરૂરી B12 મેળવે છે. પરંતુ માણસો માટે એવું નથી. માણસો એ B12 મેળવવા નીચે પ્રમાણે નો ખોરાક લેવો જરૂરી છે.

B12 ધરાવતો ખોરાક : માંસ, મચ્છી, ઇંડા અને દુધની બનાવટો (ડેરી પ્રોડક્ટ્સ)

શાકભાજી, ફળ અને બીજા ખાદ્ય પદાર્થોમાં વિટામીન B12 ના બરાબર હોય છે. જ્યાં સુધી કે તે કોઈ બેક્ટેરિયા થી સંક્રમિત ના હોય.

મતલબ કે વેજીટેરીયન લોકોમાં B12 ની ઉણપ વધુ જોવા મળે છે.

વિટામીન B12 ની ઉણપના લક્ષણો :

  • ચામડી અને કીકીનો સફેદ ભાગ પીળો હોય
  • લાલ રક્તકણો બનવાનું પ્રમાણ ઘટી ગયું હોય
  • મેગાલોબ્લાસ્ટિક એનીમિયા (બોન મેરોમાં બનતા લાલ રક્તકણો મોટા અને નાજુક હોય)
  • શરીરના અંગોમાં ઝંઝાનાટી આવવી કે ખાલી ચડવી (નમ્બનેસ)
  • જોવામાં તકલીફ થવી દ્રષ્ટી નબળી પડવી
  • થાક લાગવો અને ચક્કર આવવા
  • મોઢામાં જિહ્વાકોપ (જીભ આવવી)
  • કબજીયાત
  • ભૂખ ન લાગવી
  • યાદ શક્તિ નબળી પડવી
  • શરીરના સમતોલનમાં તકલીફ પડવી (Balancing)
  • વાળ ખરવા  

વિટામીન B12 ના સ્ત્રોત :

  • બિફ લીવર
  • ઇંડા
  • માછલી
  • દૂધ
  • ચીઝ
  • ફોર્ટીફાઈડ બ્રેકફાસ્ટ (અનાજ)
  • ન્યુટ્રીસ્નલ યીસ્ટ

નોંધ : ફળો માંથી વિટામીન B12 મળતું નથી.

આ કારણે લોકોમાં જોવા મળે છે B12ની  ઉણપ (અભાવ, કમી ) :

  • દારુ કે મદિરા નું વધુ પડતું સેવન કરનાર વ્યક્તિમાં
  • આંતરડા ને અસર કરતી બીમારીઓ જેવી કે કોહોર્નની બીમારી, કેલિક બીમારી, બેકટેરીયા કે પરજીવીનું સંક્રમણ
  • પોમેરેનીયન અનેમિયા
  • ગર્ભવતી સ્ત્રીમાં
  • કેટલીક દવાઓ જેવી કે સુગરની દવા, પીપીઆઈ (એસીડીટી)ની દવા કે પછી H2 બ્લોકર્સ
  • વિગન આહાર (દૂધ કે દુધની બનાવટો આહારમાં ના લેવી)
  • શરીરની રોગ પ્રતિકારક શક્તિ જયારે પોતાનાજ શરીર માટે વિરોધ કરે એવી બીમારીમાં
  • ટાઇપ -૧ ડાયાબિટીસ
  • એચ. આઈ. વી. નું સંક્રમણ
  • ૫૦ થી વધુ ઉમરના લોકો પણ શરીર માં B12 ની ઉણપ ધરાવે છે જે યુવાનો માં ઓછી જોવા મળે છે.

મોટી ઉમરના લોકોમાં ઉમર જેમ વધતી જાય છે તેમ પાચન શક્તિ ઘટે છે. ખોરાક પચાવનાર એસીડ જે જઠરમાં પાચન કરે છે તે નબળું કે ઓછું થઇ જાય છે જેથી વિટામીન B12 નું યોગ્ય પાચન અને શોષણ કરી શકતા નથી.

વિટામીન B12 ની ઉણપ યોગ્ય સારવાર અને આહારમાં B12ના પ્રમાણે સમતોલ કરી  ૬ થી ૧૨ મહિના ના સમયમાં દૂર કરી શકાય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો : શિવામી મેડીકેર હોસ્પિટલ, અલથાણ, સુરત.

ડો. અમિતા પટેલ (એમ.ડી. , ફીઝીસિયન )

Leave a Reply

Shopping cart