• Follow Us
  •                            Login

જાણો શું છે ? ” વાયરસ ” ….

વાયરસ એ સુક્ષ્મ પરોપજીવી છે જે બેક્ટેરિયાના જંતુઓ કરતા પણ ઘણા નાના આકારના હોય છે. પરોપજીવી એટલે કે બીજા પ્રાણી કે વનસ્પતિઓ ની ખોરાક પ્રણાલી પર આધાર રાખતું. વાયરસ પોતાનો ખોરાક જાતે બનાવી નથી શકતું કે ના તો પોતે બીજો વાયરસ એકલા હાથે પેદા કરી શક્તું. આથી વાયરસ ને જીવવા તથા પોતાના જેવો બીજો જીવ પેદા કરવા “Host” એટલે કે સહારા ની જરૂર પડે છે. જેવા કે માણસ, પ્રાણીઓ કે વનસ્પતિ કોઈ પણ જીવિત વસ્તુ. અલગ અલગ પ્રકારના વાયરસ અલગ અલગ હોસ્ટ દ્વારા જીવે છે.

મુખ્યત્વે, ઘણા ખરા ચેપી રોગોમાં વાયરસ ખુબજ પ્રચલિત નામ છે. તેના ચેપથી તથા મૃત્યુના અંક ઘણા ઊંચા છે અને ભયાનક છે. જેમ કે ૨૦૦૯ માં આવેલા H1N1/Swine ફ્લુ કે પછી ૨૦૧૪ માં આફ્રિકામાં  ફાટી નીકળેલા “ઈબોલા” વાયરસનો ચેપ. અમુક પ્રકારના વાયરસ તો ઘાતક શત્રુ સમાન છે, ડોકટરો અને  સ્વાસ્થ્ય કર્મીઓ માટે.

વાયરસ ની જાણ (શોધ) ક્યારે થઇ ?

સન ૧૮૭૬ માં અદોલ્ફ મયેર નામના વૈજ્ઞાનીકે તમાકુના ઝાડમાં લાગેલા રોગને સુક્ષ્મ રીતે નિહાળતા ખબર પડી કે આ એક રોગ છે જેનું તેમણે નામ આપ્યું “ટોબેકો મોસેઈક ડિસીઝ “. ત્યાર બાદ ૧૮૯૨માં દિમિત્રી ઇવાનોસકી નામના વૈજ્ઞાનીકે તેને સુક્ષ્મ દર્શક યંત્રમાં ચકાસણી કરતા ખબર પડી કે આ તો જીવાણુઓ (બેક્ટેરિયા) કરતા પણ નાના કણો કે જીવ છે જેને નામ અપાયું “વાયરસ” અને રોગ કહેવાયો ” ટોબેકો મોસેઈક વાયરસ “. વાયરસ એ બેક્ટેરિયા (જીવાણુઓ) કરતાં ખુબજ નાના હોય છે. જેમ કે નાનામાં નાના બેક્ટેરિયા(પેલાજીબેક્તર યુબીક્યું ) નો આકાર  ૩૭૦-૮૯૦ nm (નેનો મીટર) લાંબો અને ૧૨૦-૨૦૦ nm વર્તુળાકાર છે. અહીં nm (નેનો મીટર ) એટલે એક નેનો મીટર એ ૧ સેન્ટીમીટર કરતાં ૧ કરોડ (૧૦૦૦૦૦૦૦) જેટલું નાનું થાય. હવે તમને સમજાશે કે જીવાણું (બેક્ટેરિયા) જે ૧૨૦ nm છે તેના કરતા વાયરસ ખુબજ નાના છે. મોટામાં મોટો વાયરસ ” મેગા વાયરસ ચીલેન્સીસ ” ૪૪૦ nm ના આકારનો એપ્રિલ ૨૦૧૦માં ચીલી માં નોધાયો છે. આ ઉદાહરણો પરથી સમજાશે કે બેક્ટેરિયા આકારમાં જ્યાં સૌથી નાના છે ત્યાંથી વાયરસ ની પ્રજાતિમાં મોટો વાયરસ થી શરુ થાય છે. આપણા શરીર ને નુકસાન કરતા વાયરસનો આકાર તો ખુબજ નાના છે.  ચેચક (મીઅસ્લેસ) નો વાયરસ ૨૨૦ nm ના આકારનો જયારે hepatitis (kamla) નો વાયરસ માત્ર ૪૫ nm આકારનો છે.

વાયરસના શરીરની રચના / બનાવટ :-

વાયરસ એ જીવ ગણી શકાય એવા કોષોની સીમા રેખા પર આવરી શકીએ. આપણા શરીરની ચામડી લાખો કરોડો કોષોની બનેલી છે એમ વાયરસ ફક્ત એક કોસી જીવ કહી શકાય. જેમાં કેન્દ્રબિંદુ રસ  (નુક્લેઇક એસીડ ), DNA (ડી.એન.એ.) અથવા RNA (આર.એન.એ.) બે માંથી કોઈ એક આવેલા હોય છે. જેમાં વાયરસને એક વાયરસ માંથી બીજા વાયરસ પેદા કરવા માટેની માહિતી હોય છે. પરંતુ વાયરસ એકલા હાથે બીજા વાયરસને પેદા કરી શકતો નથી.

વાયરસને પોતાનો વંશ આગળ વધારવા બીજા જીવની જરૂર પડે છે. જેને અંગ્રેજીમાં “હોસ્ટ” કેહવાય છે. હોસ્ટ એટલે મેજબાન. વાયરસના કોષમાં તેની રચનાને કોપી કરીને તેનાજેવીજ બીજી રચના બનાવવા માટેની જરૂરી સામગ્રી અથવા કહીએ તો સીસ્ટમ નો અભાવ હોય છે જે તેને હોસ્ટ ના શરીરમાં મળી રહે છે. હોસ્ટના કોષો વાયરસને પોતાની સામગ્રીઓ બીજા વાયરસ બનાવવા માટે રોકી નથી શકતા. વાયરસ હોસ્ટ ના કોષોની સામગ્રીનો ઉપયોગ કરી પોતાના જેવા ઘણા બધા વાયરસ બનાવે છે. અહીં નોંધનીય બાબત એ છે કે વાયરસ ના શરીરની રચનાનું કાચું માળખું “બ્લુ પ્રિન્ટ” તેના કોષ માં આવેલા “DNA” અથવા “RNA” માં રહેલું હોય છે.

વાયરસના શરીર ઉપર બચાવ માટેનું પળ આવેલું હોય છે જેને “કેપ્સીડ”  કેહવામાં આવે છે.  કેપ્સીડ વાયરસને હોસ્ટ ના કોષોના હાનીકારક રસ થી ગળી જવાથી કે ખવાય જવાથી બચાવે છે. ઘણા વાયરસ પાસે કેપ્સીડ ની ઉપર બીજું આવરણ પણ હોય છે જેને એન્વેલોપ (કવર) કહે છે. જે વાયરસે હોસ્ટના શરીર પાસે ઉધાર લીધું હોય અથવા તેના શરીરના અમુક કોષોની વાપરીને બનાવ્યું હોય છે. જે વાયરસ ને હોસ્ટ ના શરીરમાં ખુલે અમ ફરવા અને રોગપ્રતિકારક કણો સામે પોતાને છુપાવવામાં અને રક્ષણ આપવામાં મદદ કરે છે.

કાર્ય પધ્ધતિ : –

સામાન્ય રીતે વાયરસ કે વાયરીઓન (ફક્ત RNA ધરાવતો વાયરસ), હોસ્ટના શરીરના કોષોમાં જઈ “DNA” કે “RNA ” દાખલ કરવાનું કામ કરે છે. બાકીની પ્રક્રિયા બીજા વાયરસ બનાવવાની હોસ્ટ ના કોષોજ કરી નાખે છે.

સૌ પ્રથમ વાયરસ હોસ્ટના શરીરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ માટે તે ઘણા રસ્તાઓ દ્વારા આવી શકે છે. જેવા કે શ્વાસોચ્વાસમાં, કોઈ ઈજા કે જખમ માંથી અને ઘણી વખત નાના નાના જીવ જંતુ જેવા કે મચ્છર, માખી કે અન્ય જંતુ દ્વારા અથવા તેમની લાળમાં ભળીને પણ આવી શકે છે.  ઉદાહરણ તરીકે ” યેલ્લો ફીવર ” કે “ડેન્ગ્યું ” ના વાયરસ જે મચ્છર દ્વારા ફેલાય છે.

ત્યારબાદ વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી હોસ્ટના કોષોમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરે છે. તે કોશની દીવાલમાં જગ્યા કરી પ્રવેશે અથવા બીજા દ્રવ્યોની અવરજવર ની નળીમાંથી અથવા ઘણા વાયરસ જેવા કે HIV વાયરસ તેની દીવાલમાં સીધો પ્રહાર કરી જબરદસ્તી ઘૂસે છે. અલગ અલગ રસ્તાઓ બનાવી વાયરસ હોસ્ટ ના કોષમાં દાખલ થાય છે.

એક વાર હોસ્ટના કોષમાં ઘુસી ગયા બાદ વાયરસ પોતાના “DNA” અને  “RNA” ને છુટા મૂકી દે છે. અને હોસ્ટ ના કોષની ઘણી સામગ્રી પણ ચોરી લે છે. અહીં તે હોસ્ટના કોષ પાસે બીજા ઘણા વાયરસ બનાવવાની કામગીરી લે છે. જે બીજા નવા વાયરસ હોસ્ટ ના શરીરમાં કોષમાંથી બહાર નીકળી ફરવા લાગે લાગે છે. આમ એક માંથી અને વાયરસ તૈયાર થઇ જાય છે. હવે વાયરસ હોસ્ટ ના શરીર માંથી બહાર નીકળવાના પણ અલગ અલગ રસ્તાઓ મેળવી લે છે.જેમ કે, તમને જો સામાન્ય શરદી કે ખાંસી થઇ હોય તો તમારી છીંક મારફતે આશરે ૨૦,૦૦૦ પાણીના ઝીણા બિંદુઓ નીકળે છે  જેમાં “રહીનો વાયરસ” કે પછી “કોરોના વાયરસ” હાજર હોય છે. જે બીજા વ્યક્તિ કે પ્રાણીના શરીરમાં પ્રવેશી શકે છે.

વાયરસ થી બચવાના ઉપાયો : –

ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ. શરદી કે ફ્લૂના લક્ષણ દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઇએ. સી-ફૂડ આરોગવુ પણ ટાળવુ જોઇએ.

મટન અને ઇંડાને સંપૂર્ણ અને યોગ્ય રીતે પકવવા જોઇએ. જંગલ અને ખેતરમાં રહેતા પશુઓ સાથે સંપર્ક ટાળવાથી પણ આનો ચેપ અટકાવી શકાય છે.

Leave a Reply

Shopping cart