• Follow Us
  •                            Login

જયારે ઘોર અંધકાર હોય છે, ત્યારેજ તમે તારા નિહાળી શકો છો.

શું તમે જાણો છો સ્વેચ્છિક મૃત્યુનું પગલું ભરવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય શકે છે ?

જેમાં,

૧. ચિંતા એટલે કે ડીપ્રેશન

૨. એકલતા અનુભવવી અથવા લોકોથી અળખામણા રહેવું

૩. નાણાકીય તણાવ, કાયદાકીય ગૂંચવણ

૪. ગંભીર બીમારી / જીવનભર ચાલતી બીમારી

૫. બાળપણ માં થયેલા ખરાબ અનુભવો

૬. સંબંધોમાં અથવા પ્રેમ સંબંધોમાં તકરાર કે અસફળતા

૭. જાતીય સતામણી

આજના આધુનિક જીવનશૈલી જેમાં માણસે રૂપિયા અને સફળતા પાછળ આંધળી દોટ મૂકી છે. માણસ જીવનમાં ઘણી ભૌતિક વસ્તુઓ તો મેળવી લે છે અને ભોગવે છે પરંતુ પોતાના પરિવાર કે પાર્ટનર સાથે વિતાવવા માટે સમય ફાળવતો નથી. માણસને એવુજ લાગે છે સારું ઘર, ગાડી અને સુખ સુવિધા હોય તોજ સુખી અને ખુશ રહેવાય પરંતુ એવું નથી. આપણા સમાજ માં એવા કેટલા લોકો છે જે આર્થીક રીતે સુખસંપન્ન હોવા છતાં મૃત્યુ ને જાતે (sucide) ભેટે છે. જેમાં મોટે ભાગે એકજ કારણ ભાગ ભજવે છે અને એ છે “ એકલતા “. આજનો માનવી એક બીજાની તકલીફ ને તકલીફ તરીકે ગણતોજ નથી એ તેમના માટે એક ચર્ચાનો કે સમય પસાર કરવનો ( gossip ) મુદ્દો છે. ઘણા ભણેલા ગણેલા લોકો પણ વ્યક્તિની આવી વિકટ માનસિક પરિસ્થિતિને સમજી શકતા નથી અને તેને મજાક તરીકે લે છે. એક રીતે વિચારીએ તો જે વ્યક્તિ પોતાને મૃત્યુના હવાલે કરી લે છે શું માની લઈએ કે એ વ્યક્તિને પોતાનો જીવ વહાલો નહિ હોય ? જો આપણે પોતાના હાથ પર સોઈ મુકવાની હિંમત ના કરી શકતા હોય ત્યાં કોઈ વ્યક્તિ પોતાનો જીવ ટુંકાવવા જેટલી હિંમત ક્યાંથી ભેગી કરી હોય ?

Family Isolated Using Mobile Phones

દરેક વ્યક્તિને પોતાનો જીવ વહાલો હોયજ છે. પરંતુ એ સમજવું ખુબજ કઠીન છે કે જયારે કોઈ વ્યક્તિ પોતાની એવી માનસિક પરસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું હોય છે કે તે પોતાના જીવ ગુમાવવું એ પોતાની પરિસ્થિતિમાંથી પસાર થવા કરતા વધુ સરળ અને સીધું માને છે. જયારે વ્યક્તિ આવી માનસિક પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું હોય લોકો માટે એ એક હાસ્યનું પાત્ર પણ બની જતા હોય છે.

આજની ભાગદોડ વાળી ઝડપી અને વ્યસ્ત જીવનશૈલીમાં થોડો ઘણો સમય પણ જયારે લોકોને મળે છે ત્યારે લોકો તેને મોબાઇલ, ટેલીવિઝન તથા અન્ય ઈન્ટરનેટ જેવી વ્યર્થ વસ્તુઓ માટે આપતા હોય છે. જયારે હકીકતમાં તેઓ પોતાના પાર્ટનર કે પરિવાર કે બાળકો જોડે અપતાજ નથી.

આગળના સમયમાં મોટી ઉમરના લોકો કે જુવાન લોકો જે ધંધા, પરિવાર, કે પ્રેમ માં અસફળતાને કારણે મૃત્યુને વળગતા હતા પરંતુ આજકાલ નાની નાની ઉમરના બાળકો પણ સ્વેચ્છિક મૃત્યુ  sucide તરફ વધી રહ્યા છે.

બાળકો :

બાળકો મુખ્યત્વે માતા-પિતા સાથે સમય ના મળવા ના કારણે વિડીઓ ગેમ તરફ વાળે છે, માતા પિતા પણ એમને જોઈતી વસ્તુઓ વગર વિચાર્યે અથવા સમજ્યા વગર લઇ આપે છે અને એમ પણ વિચાર કરતા નથી કે તે વસ્તુની પોતાના બાળક પર સારી કે માંથી અસર થશે. ઉપર થી આધુનીક જમાના ની સ્પર્ધાત્મક જીવનશૈલીમાં કોઈ પણ બાળક પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. તમને જીવનના ઉતાર ચડાવ ની સમજણ સમાજ તરફથી મળી શકતી નથી. આથી બાળકો અસહિષ્ણુ થઇ જાય છે અને વધુ પડતા તણાવ માં ખોટા પગલા તરફ આગળ વધે છે.

l

વડીલો :

આધુનિક સમયની શરૂઆતના સમયમાં જયારે માનવી આધુનિકતાના શરૂઆતી ચરણો માં હતો એ સમયે જન્મેલા વડીલો એ સામાજિક વ્યવહારિકતા અને પરિવાર સાથે સમય ગાળવા ટેવાયેલા હતા અને તેમને વ્યવહારિક પણું તથા ભૌતિક દુનિયામાં રહેવું અનુકુળ લાગે છે. ઉપર જણાવ્યા મુજબ આધુનિક જમાના માં પરિવાર સાથે બેસે તો છે પરંતુ પોતપોતાના મોબાઈલ ફોન માં વ્યસ્ત રહે છે. પરિવાર વચ્ચે વાતચીત થતી નથી. તેઓ પોતાના પરિવાર માં પણ એકલતાનો અનુભવ કરે છે. અને જયારે એકલતા અનુભવે તથા પોતાનો પાર્ટનરની ગેર હાજરી હોય છે ત્યારે તેઓ એકલતાનો અથવા સતત ચિંતન નો શિકાર બને છે અને આખરે કંટાળીને પોતાનું જીવન ટુંકાવવા તરફ આગળ વધે છે.

આવા તો ઘણા કારણો હોય શકે છે પરંતુ વ્યક્તિ-વ્યક્તિ અને અલગ-અલગ પરિસ્થિતિ પ્રમાણે કારણો પણ હોય છે. વ્યક્તિ જયારે આવી પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યો હોય ત્યારે નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છે.

લક્ષણો :

  1. વધારે પડતું હસવું.
  2. વધારે પડતું વિચારવું
  3. એકલતામાં રહેવું
  4. કારણ વગર રડવું
  5. પરિવારની નાણાકીય ભીડ ઓછી કરવાની ગાઢ ઇચ્છાઓ
  6. આગળ ક્યારેક આત્મહત્યા માટે કરેલા પ્રયાસો

આપણે વ્યક્તિને આત્મહત્યા કરતા અટકાવી શકીએ છીએ.

૧. આપણી આધુનિક જીવનશૈલીમાં થોડું પરિવર્તન લાવીએ એને જેતે વ્યક્તિને અપાવીએ.

૨. બાળકોને દરેક પરીસ્થિતિઓ જેવી કે હાર, જીત, સાચું, ખોટું, નફા કે નુકશાન વાળી સ્થિતિઓમાં કેવી રીતે વર્તવું અને કેવી રીતે પરિસ્થિતિને સાચવવી એ શીખવવું ખુબ જરૂરી છે.

૩. જેતે વ્યક્તિને યોગા અને પ્રાણાયામ કરાવવા અને આપણે પણ પોતાના જીવનમાં ઉતારી શકીએ છીએ.

૪. પરિવારમાં એક સમય માત્ર ને માત્ર પરિવારને આપવો.

૫. સામાજિક વ્યવહારિકતા વધારવી જેથી કરીને એકલતા જેવી પરિસ્થિતિ નહિ ઉભી થાય.

૬. વધુ પડતા વિચાર કરતા અને સતત ચિંતન કરતા વ્યક્તિને સમય આપો તેમના માનસિક તણાવને દૂર કરો.

૭. જયારે આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને તમે જુઓ ત્યારે તેના વિશે તે ગાંડો છે અથવા માનસિક કે સાયકો છે એવા વ્યંગ પસાર કરવાની જગ્યાએ તેની મદદ કરો અને નજીકના મનોચિકિત્સક પાસે લઇ જવું જોઈએ.

Leave a Reply

Shopping cart