• Follow Us
  •                            Login

ચેપ અને રોગ પ્રતિબંધક રસી

જંતુઓનો ચેપ લાગીને જે રોગ થાય છે તેને ચેપી રોગ કહેવામાં આવે છે. અપના દેશમાં બાળ મૃત્યુ અંક ઉંચો છે તે ચેપી રોગોને કારણેજ છે. ચેપી રોગના હુમલા પછી મૃત્યુનો ભય હોયજ છે. સાથે સાથે કાયમી અપંગ બનવાની શક્યતા તો ખરીજ. દા.ત. બાળ લકવો થતા અપંગ બની અસહાય જીવન જીવવું પડે છે; ઓરી નીકળ્યા પછી ન્યુમોનિયા થઈને ફેફસાં બગડી જવાનો ભય રહે છે.

રોગના જંતુઓ શરીરમાં જુદા જુદા માર્ગથી પ્રવેશે છે. શરદી-ખાંસી, ન્યુમોનિયા, ક્ષય રોગ, ઉન્તાતીયું, ઘટસર્પ, ગાલપચોળા, ઓરી-અછબડા જેવા રોગોના જંતુઓ હવામાં હોય છે. તે શ્વાસની સાથે નાક, ગાળા અને છાંતીમાં પ્રવેશ મેળવે છે. ધનુર અને હડકવાના જંતુઓ અને પરુના જંતુઓ શરીર ઉપરના જખમમાંથી પ્રવેશ કરે છે. જયારે ” એન્કી ” જાતના “અંકોડા” જેવા સુક્ષ્મ કૃમિ માટી માંથી ઉઘાડા પગે પ્રવેશે છે. ઝાડા-ઉલટી, મરડો, કોલેરા, ટાઈફોઈડ, કમળો, બાળલકવા જેવા રોગના જંતુઓ તેમજ ઘણી જાતના કૃમિ પાણી-ખોરાકની સાથે આપણા પેટમાં પ્રવેશે છે. આવા રોગનું પ્રમુખ કારણ છે ગંદકી, જેમાં માણસના મળ અને ઢોરનું છાણ મહત્વના છે. બીમાર માણસ ના મળમાં રોગના જંતુઓ હોય છે. આ ગંદકીનો ચેપ પીવાનું પાણી અને શાકભાજીમાં લાગી શકે; માંખી અને વંદા ના પગને અને શરીરને ચોટીને ખુલ્લા મુકેલા ખાદ્ય પદાર્થ સુધી પોહચી શકે છે; આપણા હાથમાં ખાસ કરીને નખમાં રહેલા મેલ મારફતે પણ આપણ ને ચેપ લાગી શકે છે.

અંગત સ્વચ્છતા અને ખાવા-પીવાની બાબતમાં વ્યક્તિગત સાવચેતી રાખીએ તો ઘણા ખરા રોગોથી બચી શકાય. તે માટે નીચે મુજબના સદા અને સેહલા ઉપાયો દરેકે અપનાવવા જોઈએ.

  • બાળકને બહાર જતી વખતે બૂટ-ચંપલ પહેરાવવા – પોતે પણ પહેરવા.
  • ખુલ્લામાં સૌચ ક્રિયા ના કરવી, બાળકને પણ બેસાડવું નહિ, સ્વચ્છ જાજરૂનો ઉપયોગ કરવો.
  • ઝાડો કર્યા પછી હાથ સાબુથી ધોવા.
  • પીવાનું પાણી શક્ય હોય તો ઉકાળીને લેવું. ઘરમાં ઘડા કે મટકીમાં ઢાંકીને રાખવું. કાઢવા માટે અલગ પાત્ર રાખવું.
  • શાકભાજી ખાતાં પેહલા બરાબર ધોઈ લેવા.
  • ખાવાની વસ્તુઓ હંમેશ ઢાંકીને રાખવું. બજારની ઉઘાડી મુકેલી વસ્તુઓ ખાવી નહિ.
  • રાંધતા પેહલા અને જમતા પેહલા સાબુથી હાથ ધોવા.
  • કૂડો કચરો કચરા પેટીમાં નાખવો. ઘરની આસપાસ ગંદકી કરવી નહિ.
  • રાત્રે સુતા પેહલા અને સવારે ઉઠ્યા પછી નિયમિત દાતણ કે બ્રશથી દાંત સાફ કરવા.
  • આગળના નખ નિયમિત કાપીને સાફ રાખવા.
  • રોજ સાબુથી નાહીને શરીર અને વાળનો મેલ સાફ કરી નાખવો.

રોગ પ્રતિકારક રસી :

રોગના જંતુઓનો શરીરમાં પ્રવેશ થતાં બીમારી લાગુ પડવીજ જોઈએ એવું નથી. શરીરના જાત જાતના પ્રતિકારક તત્વોને કારણે ઘણી ખરી વખતે જંતુઓ નાશ પામે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે એવી રસી ઘણા રોગો માટે બનાવવામાં આવી છે અને બીજા અનેક રોગો માટે રસી તૈયાર કરવાનું સંશોધન કાર્ય ચાલુ છે. ક્ષય રોગ, બાળલકવા, ધનુર, ઉન્તાતીયું, ડીફથેરીયા, ટાઈફોઈડ, પ્લેગ, હડકવા, ઓરી, જર્મન ઓરી (નાની ઓરી), ગાલપચોળા, કમળો વગેરે રોગોના પ્રતિબંધ કરતી રસી તૈયાર થઇ ચુકી છે. અ બધીજ રસી આપણા દેશમાં મળે છે.

W.H.O ના ઠરાવ પછી શીતળાને નાબુદ કરવાની ઝુંબેશ દુનિયાભરના બધા દેશોમાં થઇ. તેના પરિણામે શીતળાનો રોગ હવે નાબુદ થઇ ગયો છે. ૨૭ ઓક્ટોબર, ૧૯૭૭માં છેલ્લો કેસ સોમાલિયામાં નોધવામાં આવ્યો હતો. ત્યાર પછી વિશ્વમાં શીતળાનો એકપણ કેશ થયો નથી. પેહલા તો શીતળાની રસી મુકવાનું ફરજીયાત હતું પણ હવે તો તે રસી મુકવાનું જ બંધ થયું છે. પોલીઓ નાબુદ કરવામાં પણ ભારત સરકાર સફળ રહી છે.

રસીકરણ થી રસી પ્રતિબંધક રોગ સામે રક્ષણ મેળવવાનું અને કાયમી ખોડખાંપણ થી તેમજ મૃત્યુથી બચવું એ દરેક બાળકનો જન્મ સિદ્ધ હક છે.

બી. સી. જી. (ક્ષયવિરોધી), ત્રિગુણી રસી ( ધનુર, ઉતાતીયું, અને ડિપ્થેરિયા વિરોધી), બાળલકવાની રસી અને ઓરીની રસી સરકારી અને નગરપાલિકાના દવાખાનાઓ માં અને બીજા સમાજ કલ્યાણકેન્દ્રોમાં મફત મુકવામાં આવે છે. પરંતુ ૨૦ થી ૩૦ ટકા બાળકો રસીનો આખો કોર્સ પૂરો કરતા નથી. વાલીના મનમાં રહેલી અજ્ઞાનતા, ગેર સમજુતી અને બીકને કારણે બાળકોને રસી મુકવાના કાર્યક્રમ માં હંમેશા ખામી રહે છે. ઘણા વાલી પ્રતિબંધક રસી વિષે સંપૂર્ણ અજ્ઞાન સેવે છે. બાળકને રસી કેમ, ક્યાં, કેટલી વાર અને કેવી રીતે મુકાવવી તે વિષે તેમને કશી ખબર નથી હોતી. પરંતુ જ્યાં સામાજિક કાર્યકર ઘરે જઈને રસી મુકવાની યાદ આપે છે એવા લત્તાઓ માં પણ બધા બાળકોનો અખો કોર્ષ પૂરો થતો નથી. ઘરની પાસે, પાંચ મિનીટના અંતરે કેન્દ્ર અથવા ડૉ નું દવાખાનું હોય તો  ” ટાઈમ ના મળ્યો ” એ તો કારણ નજ હોય. બેદરકાર રહીને રસીનો કોર્ષ અધુરો છોડી દેવો એતો બાળકનો ગુનો કર્યા બરાબર છે. રસી મુક્યા પછી થોડા બાળકોને તાવ કે ઈન્જેકશન ની જગ્યાએ ગાંઠ થાય તેની બીકે રસીનો કોર્ષ અધુરો રાખવામાં આવેતો તે મોટી ભૂલ કેહવાય. બાળકને ચેપી રોગ થાય અને ખોડખાપણ રહે તો આખી જીંદગી સુધી સહન કરવું પડે, તે કરતા રસી મુકાવ્યા પછી એક બે દિવસ દુખે કે તાવ આવે તે સારું !

Leave a Reply

Shopping cart