• Follow Us
  •                            Login

ગર્ભધારણ, સ્વાસ્થ્ય અને રોગ

આપણે સહુ જાણીએ છીએ એમ ગર્ભધારણ એટલે કે પ્રેગ્નેન્સી એ ખુબજ આનંદનો સમય છે. પરંતુ દરેક સ્ત્રી કદાચ એ રીતે તેનો અનુભવ નથી કરતી. ઘણી સ્ત્રીઓ માં ગર્ભધારણ ને લઈને મિક્ષ પ્રતિસાદ હોય છે અથવા તો નકારાત્મક ભાવનાઓ જન્મે છે. ગર્ભધારણ ના કારણે થતા બદલાવ અમુક સ્ત્રીઓ માટે ખુબજ અજીબ અને પસાર કરવા મુશકેલ બને છે. જેમાં શારીરિક લક્ષણો જેવા કે સવારમાં બીમાર હોવાની ભાવના, તમારી સાથે પરિવારનો સથવારો તથા તમારા જીવનના તણાવ ભર્યા ક્ષણો આ બધુજ પ્રેગ્નેન્સી દરમિયાન અસર કરે છે.

ઘણી વખત સ્ત્રીઓ પ્રેગ્નેન્સી દરમિયાન કેવી રીતે પોતાની જાતને સાચવશે, બાળકને સાચવશે અથવા બાળકને જન્મ આપશે જેના માટે ચિંતિત હોય છે અને થોડી ડરે પણ છે. પરંતુ આ બધુજ ખુબ સામાન્ય છે તાણ અનુભવવું અને ગભરાવું. જયારે તમે પ્રેગ્નેન્ટ હોવ ત્યારે નીચેની વાતો માટે ચિંતિત થવું સામાન્ય છે :

  • તમારા હોદ્દા માં બદલાવ થવો ( માતા બનવાની છે, કામ કરવાનું ટાળવું )
  • તમારા સંબંધ માં બદલાવ
  • શું હૂં સારી માતા અથવા અમે સારા માતા પિતા બની શકશું ?
  • પ્રેગ્નેન્સી માં કે ડીલીવરી માં અવરોધ કે પ્રોબ્લેમ આવ્યા તો ?
  • શારીરિક સ્વાસ્થ્ય દુવિધા કે પ્રેગ્નેન્સી કોમ્પ્લીકેશન
  • બાળકની ડિલીવરી નો ડર
  • સથવારાની ઉણપ અથવા એકલતા

પ્રેગ્નેન્સીમાં કે પ્રેગ્નેન્સી પછી ૫ માંથી ૧ સ્ત્રી માનસિક રોગનો શિકાર બને છે. તે કોઈ ને પણ થઇ શકે છે. પ્રેગ્નેન્સી માં વધારે પડતી ચિતા અને ગભરામણ એ ખુબજ સામાન્ય રીતે થતી બીમારી છે. તે ૧૦૦ માંથી ૧૦-૧૫ સ્ત્રીઓ માં થાય છે. જીવનના બીજા પડાવો દરમિયાન જેમ તમને કોઈ પણ માનસિક બીમારી થઇ શકે છે તેમ પ્રેગ્નેન્સી દરમિયાન તમને વધારે પડતી ચિંતા (ડીપ્રેશન) અને ગભરામણ (એન્ક્ષાઈટી) થઇ શકે છે.

જો તમને ભૂતકાળમાં કોઈ પણ માનસિક બીમારી થઇ હોય તો તમે માનિસક તાણ અથવા વધુ બીમાર થવાની સંભાવના વધી જાય છે. તેમ છતાં સચોટ જાણકારી અને મદદ દ્વારા આ પરિસ્થિતિ ટાળી શકાય છે. તમે તમારા જીવનમાં પ્રેગ્નેન્સી પછી માનસિક બીમારીમાં સપડાય શકો છો. જેમાં :

  • તમે હાલ જે માનસિક બીમારીમાંથી પસાર થઇ રહ્યા છો એ
  • જો તમે ગંભીર બીમારીના લક્ષણો માંથી પસાર થઇ રહ્યા હોવ અથવા નજીકના સમય માં પસાર થઇ ચુક્યા હોવ અને તમને પ્રેગ્નન્સી દરમિયાન તમારી માનસિક બીમારીઓની દવા બંધ કરી હોય, તો તમને ફરીથી બીમારીના લક્ષણ દેખાવાનું કે બીમારી થવાની સંભાવના વધી જાય છે.
  • હાલ માં વિતિગયેલી તણાવ વાળી પરિસ્થિતિ ( જેમકે ઘરમાં કોઈ નું મૃત્યુ થવું કે સંબંધ તુટવા )
  • તમે તમારી પ્રેગ્નન્સી ને જે રીતે જુઓ છો – તમને પ્રેગ્નન્સી વિશે ગામો અણગમો હોય.
  • તમારા બાળપણની કડવી યાદો ને લઈને તમે નિરાશ રહેતા હોવ.

ગર્ભધારણ દરમિયાન થતી માનસિક બીમારી સામાન્ય સમય માં થયેલી બીમારી જેવીજ હોય છે પરંતુ ઘણા લોકો ગર્ભધારણ ને વધારે મહત્વ આપે છે. થોડા સમય માટે કદાચ તમે તમારી ગર્ભાવસ્થા ને લઈને નકારાત્મક વિચારો પણ રાખી શકો છો તથા તમારા શરીરમાં આવેલા નાના ચેન્જ ને લઈને ચિંતિત રહી શકો છો, જેમ કે વજનમાં વધારો, શારીરીક આકારમાં બદલાવ તથા વધુ ખાવાની બીમારી ના શિકાર થયા છો એવો આભાસ થવો.

કેટલીક વાર પ્રેગનન્સી ને કારણે ઉદભવેલા લક્ષણો ને માનસિક બીમારી સાથે મૂંઝવણ ઉભી થાય છે. જેમ કે ટુકડા ટુકડા માં થતી ઊંઘ અને શારીરિક નબળાઈ એ પ્રેગનન્સી અને ડિપ્રેશન બંને ના લક્ષણ છે.

પ્રેગનન્સીમાં તમને કોણ સથવારો આપી શકે ?

કેટલાક લોકોને ધ્યાન રાખવા વાળા જરૂરત થી વધારે હોય છે. તમરો મુખ્ય સથવારો તમારા પતિ, ફેમીલી અથવા મિત્રો હોય શકે. જો તમારા નજીકના સંબંધી કે મિત્રો તમારી માનસિક પરિસ્થિતિ વિશે જાણતા હોય તો તે વધુ સહાયક બની શકે છે. જો તમે બીમાર થાઓ તો તેમને ખબર રહેશે કે કયા લક્ષણો પર ડોક્ટરનું ધ્યાન કેન્દ્રિત કરવું. તમારા પતિ અને ફમિલી ઘરકામ અને બીજા કાર્યોમાં મદદ કરી તમને સાથ આપી શકે છે.

પ્રેગ્નન્સી માં યોગનું મહત્વ

માનસિક સ્વાસ્થ્ય માં સુધારો

શારીરિક ક્ષમતામાં સહારો

પ્રેગ્નન્સી માં કયા કયા યોગ તમે કરી શકો છો ?

  • ગાળા અને ખભાના ખેચાવાથી આરામ મળે છે અને સાંધાઓની  અકડતા ઓછી થાય
  • કરોડરજ્જુ ને લચીલું બનાવે છે, જે ઘણુંજ લાભદાયી છે કેમ કે સમય જતા પ્રેગ્નન્સીમાં વધુ વજન કરોડરજ્જુ એ સહન કરવું પડશે.
  • પેટના ભાગને મજબૂતી આપે છે.
  • લોહીનું ભ્રમણ વધારે છે અને ગર્ભાશયના અંગોને પોષણ મળી રહે તેની પોસીબ્લીતી વધારે છે.
  • કરોડરજ્જુને લચીલું બનાવે છે.
  • શરીરના સાઈડના ભાગને કસે છે અને આરામ આપે છે.
  • કબજિયાત મટાડે છે જે પ્રેગનન્સીમાં સામાન્ય લક્ષણ છે.
  • હાથ, પગ અને પેટના સ્નાયુઓને કસે છે.
  • કરોડરજ્જુને કસરત મળે છે અને કસે છે.
  • કબજિયાત મટાડે છે કે જે પ્રેગનન્સી માં સામાન્ય લક્ષણ છે.
  • શરીરનું સમતોલ પણું જાળવે છે.
  • હાથ, પગ અને કમરને કસાવ આપે છે.
  • શારીરિક ક્ષમતામાં વધારો કરે છે.
  • શારીરિક અને માનસિક સમતોલન જાળવે છે. ખાસ કરીને પ્રેગ્નન્સીમાં ઉપયોગી છે કેમ કે તેમનું ગુરુત્વાકર્ષણ બળનું કેન્દ્રબિંદુ જગ્યા ફેરવે છે. (shit of center of gravity)
  • વક્ષસ્થળ ના ભાગને કસે છે અને પોહળો કરે છે જે ડીલીવરી સમયે ખુબ મદદરૂપ થાય છે.
  • પીઠના ભાગે થતો દુખાવો મટાડે છે
  • વક્ષસ્થળ ના ભાગને લાચીલતા મળે છે
  • સાથળ અને ઘુટણ કસાય છે અને આરામ મળે છે.
  • થાક દૂર કરે છે.
  • જો સંપૂર્ણ પ્રેગનન્સી દરમિયાન આ આસન ચાલુ રાખવામાં આવે તો ડીલીવરી ખુબ સરળ કરે છે.
  • પીઠનો દુખાવામાં રાહત આપે છે.
  • નિતંબ ના ભાગમાં લોહીનું ભ્રમણ વધારે છે.
  • પ્રેગ્નન્સીમાં દેખાતા સાંધા અને વેરીકોસ નસોના લક્ષણોમાં રાહત આપે છે.
  • શરીરમાં કોષો અને બીજી ખામીઓમાં સુધાર કરે છે અને શરીરને આરામ આપે છે.
  • માનસિક તાણ માં રાહત આપે છે.
  • તણાવ અને ગભરાટ ઓછો કરે છે.
  • બ્લડ પ્રેસર ઘટાડે છે અને સામાન્ય રાખવામાં મદદ કરે છે.
  • શરીરને માનસિક અને શારીરિક રીતે આરામ આપે છે.

Leave a Reply

Shopping cart