
કેટલી ઉમર સુધી બાળકને માતાનાં દૂધનું પોષણ મળવું જોઈએ ?
બાળકને ૬ મહિના સુધી ફક્ત અને ફક્ત માતાનું દુધજ પીવડાવવું જોઈએ જે બાળકના મહત્તમ શારીરિક વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. ફક્ત માતાનું દૂધ એટલે બીજું કશું પણ નહિ. બીજા પ્રવાહી પદાર્થ, જ્યુસ કે પાણી પણ નહિ. હા જોકે બાળક વધારે માંદુ ના પડે અથવા માંદુ હોય તો ઓ.આર.એસ, સીરપ કે દવાઓ ના ટીપા આપી શકાય. માતાનું દૂધ બાળકના સર્વાંગી વિકાસ માટે ખુબજ મહત્વનું છે તથા માતાનું ધાવણ તેના ગર્ભધારણ ની પ્રક્રિયા જોડે જોડાયેલું હોવાથી તે માતાના સ્વાથ્ય માટે પણ જરૂરી છે કે તે બાળકને દૂધ પીવડાવે.
બાળકને ૧૮૦ દિવસ એટલે કે ૬ મહિના પછી દૂધ ની સાથે થોડો બાળક ખાય શકે એવો ખોરાક આપી શકાય. જે પ્રવાહી કે થોડું ઘાટા પ્રવાહી રૂપે હોય. ખોરાકમાં પૂરતા પ્રમાણ માં શક્તિ આપી શકે એવા કાર્બોહાઈડ્રેટ (ચોખા,ઘઉં), શારીરિક વિકાસ માટે પ્રોટીન (ઘઉં,બાજરી,ફળો) તથા ઈન્દ્રીઓ ના વિકાસ માટે વિટામીન (ફળો અને શાકભાજી) નું પ્રમાણ શર મિશ્રણ આપી શકાય. બાળકને ખવડાવવા માટે વપરાતા વાસણ તથા ખાદ્ય પદાર્થની ચોક્કસાઈ નું ખુબ ધ્યાન રાખવું જેથી બાળકને રોગ મુક્ત રાખી શકાય. નવજાત બાળકને ખવડાવા માટે અને શારીરિક વૃદ્ધિ માટે ખુબજ કાળજી અને સતત દેખરેખની જરૂર હોય છે.
એક માત્ર માતાના દૂધ થી પારિવારિક રોજીંદા ખોરાક તરફ બાળકને વાળવાની પ્રક્રિયા ખુબજ કઠીન અને કાળજી માંગી લે તેવી છે. આ પ્રક્રિયા દરમિયાન બાળક કુ-પોષણ નો શિકાર થઇ શકે છે. દુનિયામાં ૫ વર્ષથી નાના બાળકો મહત્તમ કુ-પોષણ ના ભોગ બને છે. આથી બાળક ૫ વર્ષ નો થાય ત્યાં શુધી બાળકના ખોરાક નું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વિટામીન પૂરતા પ્રમાણમાં હોય.
૬ મહિના પછી આપવામાં આવતો પ્રમાણ સર ખોરાક :
-
૬-૮ મહિના માટે ઘાટું પ્રવાહી મિશ્રણ ૨-3 ચમચી જેટલું ૨- 3 વખત દિવસમાં ભૂખ પ્રમાણે , કુમળો નાસ્તો ટુકડા કરીને તથા માતાનું દૂધ બાળકની ભૂખ પ્રમાણે આપવું.
-
૯-૧૧ મહિના માટે રોજીંદો ખોરાક મસળીને તથા ઘાટું પ્રવાહી જેવો 3-૪ ચમચી દિવસમાં ૨-3 વખત (250 મિલી. કુલ) તથા માતાનું દૂધ બાળકની ભૂખ પ્રમાણે આપવું.
-
૧૨-૨૩ મહિના કૌટુંબિક ખોરાક ચાવી ના શકે તો મસળીને આપવો, માતાનું દૂધ બાળકની ભૂખ પ્રમાણે જો જરૂર પડે તો તથા નાસ્તો ખવડાવી શકો.